જામીન શા માટે રદ ન કરવા તે બાબતે કારણદર્શક નોટિસ કાઢતા ફફડાટ

૫૧ દિવસ જેલવાસ બાદ જામીન પર છુટેલા પરમારની મુશ્કેલીમાં વધારો

મવડી ગામના સર્વે નં. ૩૦૭ની કરોડની જમીનનાં મંદબુઘ્ધિના વ્યકિતઓને ભોળવી બોગસ દસ્તાવેજ બનાવવાના ગુન્હામાં ૫૧ દિવસના જેલવાસ બાદ જામીન પર છુટેલા પ્રવિણ અમરશી પરમારના જામીન રદ કરવા ફરીયાદીએ કરેલી અરજી અન્વયે હાઇકોર્ટે  આરોપીના જામીન શા માટે રદ ન કરવા તેવી કારણદર્શક નોટીસ ફટકારતા  આરોપીઓમાં ફફડાટ મચી જવા પામેલો છે.મવડી ગામે રહેતા મંજુલાબેન પરસોતમભાઇ સોરઠીયાએ સહીત છ શખ્સો વધુ વિગત મુજબ મવડી ગામે રહેતા મંજુલાબેન પરસોતમભાઇ સોરઠીયાની વાડી ગામના સર્વે નં. ૩૦૭ પૈકની ૬ એકર અને ર૪ ગુંઠા કરોડોની જમીન પ્રવિણ અમરશી પરમાર, સંજય માધા સોરઠીયા, મનોજ મચ્છા ગમારા, અનવર કાસમ સુમરા, સંજય સંધી અને સુરેશ સહિત છ શખ્સોએ મંંજુલાબેનના મંદબુઘ્ધિના બે પુત્રોને લગ્ન કરવાની લાલચ આપી પાવર ઓફ એટર્ની બનાવીને પાવર ઓફ એટર્નીના આધારે દસ્તાવેજ કરાવી લીધાની તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.તાલુકા પોલીસે પ્રવિણ અમરશી પરમારની ધરપકડ કરી હતી. પ્રવિણ પરમારે પ૧ દિવસના જેલવાસ બાદ સેસન્સ કોર્ટમાંથી જામીન મેળવેલા હતા. અને પ્રવિણ પરમારને હાઇકોર્ટ તપાસ સંદર્ભે રોક લગાવીને ફરીયાદીએ જામીન રદ કરવા હાઇકોર્ટના દ્વાર ખટખટાવેલ હતા. જામીન રદ કરવાની અરજી સુનાવણીર્થે નીકળતા ફરીયાદી તરફે એવી રજુઆત કરવામાં આવેલી કે સેસન્સ કે સેસન્સ અદાલતે ગુન્હાની તપાસ પૂર્ણ થયાનું જે તારણ આપેલું છે તે ખરું નથી. રપ કરોડની જમીન ૧ કરોડ રૂપિયામાં કોઇ વેંચાણ અપે તે માની શકાય નહી જેથી સમગ્ર દસ્તાવેજ જ શંકાસ્પદ છે કારણ કે જમીનની કિંમત જંત્રી મુજબ પણ ૪.૫ કરોડ જેટલી થાય છે. પોલીસે કોઇ અગમ્ય કારણોસર સબ રજીસ્ટ્રાર કચેરીના વ્યકિતઓની સંડોવણી બાબતે ઉંડાણપૂર્વકની તપાસ કરવાનું જાણી જોઇને ટાળેલ છે.

ફરીયાદી તરફે થયેલ રજુઆતો  અને દસ્તાવેજોમાં હાઇકોર્ટને વજુદ જણાતા પ્રવિણ (એટલાસ) પરમારના જમીનના જામીન શા માટે રદ ન કરવા તે બાબતેનો જવાબ માંગતા ઉપરોકત બાબતે હાઇકોર્ટમાં કાનૂની જંગ જામવાના એંધાણ વર્તાય રહ્યા છે.

મંજુલાબેન સોરઠીયા વતી યુવા એડવોકેટ તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, ક્રિષ્ના ગોર, હર્ષ ભીમાણી અમદાવાદના આશીષ આશીષ ડગલી અને અપૂર્વ જાની રોકાયેલા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.