મોરબીના જોધપર નદી ખાતે આવેલા કડવા પાટીદાર વિદ્યાર્થી ટ્રસ્ટના પ્રમુખ પદેથી ઓરપેટ ગ્રુપના પ્રવીણભાઈ પટેલે ભારે હૈયે રાજીનામુ ધરી દેતા ખળભળાટ મચી ગયો છે.
મોરબી કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન ટ્રસ્ટ જોધપર (નદી) ની સંસ્થાના પ્રમુખપદે કાર્યરત પ્રવીણભાઈ પટેલે રાજીનામું આપતા જણાવ્યું હતું કે, સમાજની આ સંસ્થા જેમાં સ્વ. જેરામબાપા, સ્વ. ઓ.આર.પટેલ સાહેબ મારા પુજ્ય પિતાશ્રી તથા અન્ય વડીલોઓએ સંકુલ બનાવેલ અને તેમની પાસેથી જ પ્રેરણા લઈને આ સંસ્થાના છેલ્લા એક વર્ષના મારા (પ્રવીણભાઈ ઓધવજીભાઈ પટેલ-ઓરપેટ ગ્રુપ) પ્રમુખ તરીકેના કાર્યકાળમાં આ સંસ્થાને સૌરાષ્ટ્રની નમૂનેદાર સંસ્થા બનાવવા મેં સંકલ્પ કરેલો અને સમય અને આર્થિક ફંડ રૂપિયા બે કરોડનો વિકાસમાં સહયોગ કરેલો છે. અને આ બાબતની ટ્રસ્ટ બેઠકમાં સર્વાનુમતે બહાલી આપી હાતી તેમજ મને પ્રમુખ તરીકે સર્વ સત્તા આપેલ હતી.
આ સંસ્થાના વિકાસ માટે વિદ્યાર્થીઓણા ભવિષ્યના વિકાસ માટે તેમજ ટ્રસ્ટીઓ અને વિદ્યાર્થીઓના વાલી મંડળને રૂબરૂ મળીને આપેલ ભરોસો સાર્થક કરવા, જાતે દેખરેખથી જરૂરી સુધારાનું અમલીકરણ ચાલુ કરેલ હતું પરંતુ ટ્રસ્ટ એક આદર્શ વહીવટથી ચાલવું જોઈએ જે પ્રમુખને આપવામાં આવેલ સત્તાના દુરુપયોગને ધ્યાનમાં લેવાને બદલે અમુક વિધ્ન સંતોષી અને સત્તા લાલચુ ટ્રસ્ટીઓ શિક્ષણ તથા વિકાસ કાર્ય માટે નવા નિમણુક કરેલ કર્મચારીઓને મનસ્વી રીતે સત્તા બહારનો નિર્ણય કરીને છુટા કરેલ છે
આમ જે ઉત્સાહથી કાર્યનો મેં આરંભ કરેલ તેમાં આવા તત્વોની દખલગીરી જે શિક્ષણ સંસ્થાને શોભનીય નથી આ બાબતના મુક સાક્ષી રહેવા કરતા પ્રમુખપદના હોદા પરથી તા. ૧૭-૦૬ ની બેઠકમાં રાજીનામું આપેલ છે, અંતમાં તેઓએ ઉમેર્યું હતું કે, પ્રમુખપદના કાર્યકાળ દરમિયાન વાલીઓના વિશ્વાસ જીતીને, બાળકોને આવકાર્યા હતા હવે રાજીનામું આપતા બાળકોના ભવિષ્ય માટે મારી નૈતિક ફરજના ભાગરૂપે એક વિચારધારા રજુ કરું છું કે આપના બાળકોના ઉચ્ચ ભવિષ્ય માટે યોગ્ય અને ઉચિત નિર્ણય લેવા અનુરોધ કર્યો હતો