સપ્ત સંગીતીના છઠ્ઠા દિવસે શાસ્ત્રીય સંગીતકારોએ રાજકોટવાસીઓને સુરમાં તરબોળ કર્યા
રાજકોટમાં ચાલી રહેલ નિયો રાજકોટ ફાઉન્ડેશન આયોજીત સાત દિવસીય સંગીત, નૃત્ય અને કલા આધારીત રંગારંગ મહોત્સવ સપ્ત સંગીતિ ૨૦૧૯ ના છઠ્ઠા દિવસે પં. શ્રી પ્રવિણ ગોડખિંડી અને પં. શશાંક સુબ્રમણીયમનાં બાંસુરી વાદનના અભિભૂત કરતા કાર્યક્રમે શ્રોતાઓથી ખીચોખીચ ભરેલા રાજકોટના હેમુ ગઢવી ઓડિટોરીયમમાં જાણે દિવ્ય માહોલ સર્જ્યો હતો અને શ્રોતાઓને વાંસળીના સુરના પુરમાં તરબોળ કર્યા હતા.
કાર્યક્રમની શરુઆત છઠ્ઠા દિવસના પેટ્રન તીર્થ એગ્રો પ્રા.લી.ના અશ્વિનભાઈ ગોહેલ, હર્ષદભાઈ તથા કો પેટ્રન મગનભાઈ કાલરીયા, વિનુભાઈ અને નીયો રાજકોટ ફાઉન્ડેશનના ડિરેકટરોના હસ્તે દિપ પ્રાગટય સાથે કરવામાં આવી.
દર વર્ષે નીયો રાજકોટ ફાઉન્ડેશન દિગ્ગજ કલાકારો સો રાજકોટના ઉભરતા કલાકારોને પોતાની કલા પ્રદર્શીત કરવાની અમુલ્ય તક આપે છે, તે પરંપરા મુજબ આજના દિવસે રાજકોટના નવોદિત કલાકાર દેવાંશી ભટ્ટને મંચની શોભા વધારવાની તક સાંપડી હતી, તેમની સાથે તબલા સંગતમાં નિરજ ધોળકીયા, હાર્મોનીયમ પર તેમના પિતા રાજેશભાઈ વ્યાસ તેમજ તાનપુરા સંગતમાં ઈશિતા ઉમરાણીયાએ સાથ આપ્યો હતો.
શ્રી દેવાંશી એ ૪ વર્ષની ઉંમરી જ ઘર આંગણે તેમના પિતા રાજેશ વ્યાસ પાસે અને ત્યારબાદ પિયુબેન સરખેલ પાસે અલંકાર સુધી શાીય સંગીતની તાલિમ લીધી છે, હાલમાં તે પુના સ્થિત છે, તેમના પતિ દેવર્શી ભટ્ટ પણ સારા તબલા વાદક છે. દેવાંશી એ રાગ પુરીયા કલ્યાણમાં વિલંબીત ઝુમરા તાલમાં “આજ સાથે બન બંદિશ અને તરાનો રજુ કર્યો હતો. ત્યારબાદ મિશ્ર ભટિયારમાં મીરાનુ ભજન “મોરે ઘર આઓ જી સુંદર કંઠે પ્રસ્તુત કરીને રાજકોટવાસીઆેની પ્રસંશા મેળવી હતી.
કાર્યક્રમના બીજા ચરણમાં પં. પ્રવિણ ગોડખિંડીએ હિંદુસ્તાની અને પં. શશાંક સુબ્રમણીયમએ કર્ણાટકી શૈલીમાં બાંસુરીવાદન રજુ કર્યુ હતુ. સભાની શરુઆત તેમણે કર્ણાટકી શૈલીના પ્રખ્યાત રાગ વાચસ્પતિ, તાલ તીનતાલમાં રજુ કર્યો હતો.
બન્ને શૈલીમાં પ્રસ્તુત થતી રાગની બઢત, આલાપ, જોડ-જાલા ની પેશકશી સમગ્ર વાતાવરણમાં જાણે વૃંદાવન ની અનુભુતી થતી હતી. આ રાગની પેશકશ તેઓની તત્કાલીક ઉપજ હતી, પ્રવિણ, શશાંક, મૃદંગ પર એન.સી.ભારદ્વાજ અને તબલા પર હિમાંશુ મહંત સ્ટેજ પર પ્રથમ વખત એકસો આ રાગ રજુ કરતા હતા.
આ પ્રસ્તુતીમાં પ્રવિણ ગોડખિંડી એ એકજ હો બ્રેલેસ બાંસુરી વાદન રજુ કરીને શ્રોતાઓના શ્વાસ ભાવી દીધા હતા, જ્યારે શશાંક સુબ્રમણીયમ એ એક જ ફુંકમાં તેમની બાંસુરીમાંથી બન્ને સપ્તક ના સુરો રેલાવીને શ્રોતાઓ પર સુરવર્ષા કરી હતી.
ત્યારબાદ શ્રોતાઓના જબરદસ્ત પ્રતિસાદ અને ફરમાઈશને માન આપી ઉત્તર ભારતીય રાગ ચંદ્રકૌંસ, ૭ માત્રાના રુપક તાલ સાથ રજુ કર્યો હતો. પ્રથમ મંદ લયી વેણુના સુરી શ્રોતાગણમાં નિરવતા છવાઇ ગઈ હતી. તાન લયકારી, કર્ણ સ્વર, સ્પર્શ સ્વર અને તંત્રકારી બાંસુરી વાદનની વિવિધતાની તેમણે શ્રોતાઓ પર સુરવર્ષા કરી હતી.
તેઓની સાથે હિમાંશુ મહંતની તબલા સંગત અને એન.સી.ભરદ્વાજની મૃદંગ પર જુગલબંદીએ અદભુત માહોલ બાંધ્યો હતો. આ કાર્યક્રમને માણવા મોટી સંખ્યામાં કલારસીકો હેમુ ગઢવી ઓડીટોરીયમ પર પહોંચ્યા હતા, જેમાંથી લગભગ ૧૮૬૦ જેટલા શ્રોતાઓને કાર્યક્રમ માણવા આયોજકો દ્વારા હોલમાં, સ્ટેજની બાજુમાં અને જયાં પણ બેસાડવાનુ શકય થયુ ત્યાં સન અપાયુ હતુ.
આ કાર્યક્રમ માણવા રાજકોટના પોલીસ કમીશ્નર મનોજ અગ્રવાલ પણ હાજર રહ્યા હતા. આ અભૂતપૂર્વ કલારસીકોના ધસારાને વોલયન્ટર્સની ટીમ દ્વારા ખુબ સારી રીતે હેન્ડલ કરવામાં આવ્યા હતા અને આટલી બહોળી સંખ્યા હોવા છતા દરેક માટે અલ્પહારની વ્યવસ શિસ્તબધ્ધ રીતે પૂરી પાડવામાં આવી હતી.
સપ્તસંગીતીમાં સ્થાનિક કલાકારોને તક આપવા બદલ આયોજકોનો આભાર: દેવાંગીભટ્ટ
આ કાર્યક્રમમાં સ્થાનિક કલાકાર તરીકે પોતાની કલા રજુ કરનારા દેવાંગી ભટ્ટેે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સૌ પ્રથમ તો સપ્તસંગીતીમાં જેટલા લોકો કાર્યરત છે. તેમનો મને તક અપાવા માટે આભાર હું મારી જાતને ખુબ જ ભાગ્યશાળી માનું છું કે મને આટલા મોટા પ્લેટફોર્મ પર મારી કલા પ્રસ્તુત કરવાનો મોકો મળ્યો છે. હું રાગ પુરયાગ કલ્યાણ રજુ કરવાની છું
ત્યારે બાદ એક મીરા ભજન છે જે બહુ પ્રસિઘ્ધ ‘મારે ઘર આવો જી’ એ પણ રજુ કરવાની છું આને હું મારું બહુ જ મોટું ભાગ્ય માનું છે અને આ ખરેખર બહુ એક સારી વાત કહેવા કે જે રાઇઝીંગ આર્ટટીસ્ટ હોય એને એટલા મોટા પ્લેટફોર્મ પર પોતાની કલા રજુ કરવાનો મોકો મળે, રાજકોટમાં આટલા મોટા પ્લેટફોર્મ પર જે આખું આયોજન થાય છે એ જોઇને ખુબ જ ગર્વ અનુભવાય છે. અને આજ રીતે વધુને વધુ રીતે જેનો પ્રસાર થાય એવી દરેકને શુભેચ્છા આપું છું.
બાંસુરીવાદન પ્રત્યેનો લગાવ મને બાળપણથી ખેંચતો રહ્યો છે: પ્રવિણ ગોંડખિંડી
સૃપ્ત સંગીતીના છઠ્ઠા દિવસે બાંસુરીવાદનની જુગલબંધી રજુ કરવા આવેલા જાણીતા બાંસુરીવાદક પ્રવિણ ગોડ ખિંડીએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે હું મારી માતાના પેટમાં હતો ત્યારથી મારા ઘરમાં બાંસુરીનો અવાજ સાંભળતો આવ્યો હતો.
મારા પિતાજી અને મોટાભાઇ બાંસુરીવાદન કરતા હતા એટલે મને પણ બાંસુરીવાદન પ્રત્યે ખેંચાણ થયું હતું. મારા પિતાએ જ મારા ગુરુ બનીને મને બાંસુરીવાદનનું જ્ઞાન આપ્યું હતું. જે બાદ બાંસુરીવગાદન ક્ષેત્રમાં એક પછી એક મહારથ હાંસલ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. પોતે બનાવેલી ‘યુટાર’અંગે પ્રવિણજીએ જણાવ્યું હતું કે બાંસુરીના અવાજને સોફટવેર દ્વારા ક્ધવર્ટ કર્યો છે. આ યુટારમાં હું બાંસુરી વગાડુ છું પરંતુ તેને સાંભળવા વાળાને ગિટાર, સિતાર સહીતના અનય કોઇપણ સંગીત સાધનોના સ્વર કાને પડે છે.
પ્રવિણજી આઠ ફુટ લાંબી બાંસુરી પણ વગાડે છે. આ અંગેતેમણે જણાવ્યું હતું કે તેને કોન્ટ્રા બાસ ફલ્યુટ કહેવામાં આવે છે જેને ભારતમાં સૌથી પહેલા મેં વગાડી છે અને જેમાં હિંદુસ્તાની શાસ્ત્રી સંગીત રાગ તાલી વગાડવાનો પ્રયત્ન કર્યો આ એક પશ્ચીમી સંગીત સાધન છે જેને ઉભા થઇને વગાડવી પડે છે તેમાં હું જે બાંસુરી વગાડુ છું .
તેના કરતા બે સપ્તક નીચે વાગે છે. તેના માટે ૧૧ સામાન્ય બાંસુરી કરતા ૧૦ ગણી વધારે હવા ફુંકવી પડે છે. પોતે બનાવેલા ફયુઝન બેન્ડ ક્રિષ્ના અંગે પ્રવીણજીએ જણાવ્યું હતું કે બાંસુરીનો કર્ણાટકી સંગીતમાં જે રીતે ઉપયોગ થાય છે તે જ રીતે હિન્દુસ્તાની સંગીતમાં તેનો ઉપયોગ થાય છે અને તે જ રીતે પશ્ચીમી સંગીતમાં ઉપયોગ થાય છે આ બધાને હિન્દુસ્તાની રાગોમાં કર્ણાટકી લહેકા અને પશ્ચીમી હાર્મોનીસનું મિશ્રણ કરીને એક ફયુઝન તૈયાર કર્યુ છે. જેનેભારે પ્રતિસાદ મળી રહ્યો છે.
પશ્ચીમી સંગીતમાં ઉપયોગ થાય છે આ બધાને હિન્દુસ્તાની રાગોમાં કર્ણાટકી લહેકા અને પશ્ચીમી હાર્મોનીસનું મિશ્રણ કરીને એક ફયુઝન તૈયાર કર્યુ છે. જેનેભારે પ્રતિસાદ મળી રહ્યો છે.