મહાસતીજીઓના સાંનિઘ્યે ભવ્ય ભાવવિશુઘ્ધિ, પ્રવચન માળા, સમુહ પ્રતિક્રમણ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે: આગમ આધારિત પાત્રોના પ્રસંગોનું દ્રશ્યાંકન કરાવતી આર્ટ ગેલેરીનું વિશેષ આયોજન
જૈન ધર્મનું અષ્ટ દિવસીય પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ- વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ પાવનધામના પ્રાંગણે રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિઘ્યે, પાવનધામની બાજુમાં વિશાળ પટાંગણમાં દિવ્ય સમોવશરણની સમક્ષ આત્મ ભાવોની વિશુઘ્ધિ રુપ વિવિધ આરાધનાઓ સાથે ઉજવાશે.રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવ નમ્રમુનિ મ.સા. પુજય શિયુષમુનિ મ.સા. પૂજય વિનમ્રમુનિ મ.સા. પૂજય પવિત્રમુનિ મ.સા. અને પૂજય પ્રબોધિકાબાઇ મ.સા. આદિ મહાસતીજીઓના સાંનિઘ્યે પર્વાધિરાજ પર્યુષણની નિત્ય આરાધનામાં વહેલી સવારે ૭.૧૫ થી ૮.૧૫ ભાવ વિશુઘ્ધિ ‚પ ઇનર કલીનીંગ કોર્સ, ૯.૧૫ થી ૧૦.૩૦ પર્યુષણ પ્રવચનમાળા, સાંજે ૬.૩૦ કલાકે સમુહ પ્રતિક્રમણ ૮.૩૦ થી ૯ ભકિત અને રીલીજીવન અને રીયાલીટી અંતર્ગત સ્પીરીચ્યુઆલીટી, આત્મા, ધર્મની વિધી સંબંધિત મનમાં ઉઠતા અનેક પ્રશ્ર્નોનું આઘ્યાત્મિક તાર્કિક એવમ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમાધાન આપશે.૧૯/૮ નાં સિઘ્ધના સાંનિઘ્ય સિઘ્ધ બનીએ – ૨૦/૮ ના સમવોશરણથી પ્રભુ શરણ દિવ્ય અને ભવ્ય સમવોશરણના પ્રતિકના એક એક પગથિયા પર સ્વસ્તિક પૂજન સહ મહાવિદેહની અનુભુતિ ૨૧/૮ સેવા સફળતાનું સોપાન, નિ:સ્વાર્થ સેવાથી સિઘ્ધત્વ સુધીની સફરનું સ્પષ્ટ વિશ્ર્લેષણ, પરિવારથી પરમાત્મા – પરિવારને પરમાત્મા સુધી લઇ જવા અથવા પરમાત્માને પરિવાર સુધી લઇ આવવા માટેનું અકલ્પનીય માર્ગદર્શન ૨૩/૮ ભગવાન મહાવીર જન્મોત્સવ અને રાજમાતા ત્રિશલાને આવેલા ૧૪ મહાસ્વપ્નનું દિવ્ય દર્શન કરી ઉલ્લાસિત ભાવો સાથે પ્રભુ જન્મોત્સવની ઉજવણી દ્વારા પ્રભુના પરિવારમાં સ્થાન પામવાની સુવર્ણ તક પ્રાપ્તિનો અવસર, ૨૪/૮ પ્રભુના ત્યાગથી વ્યથિત નંદીવર્ધનનો વિલાપ ગુરુમુખે ભાવવાહી અભિવ્યકિત, ૨૫/૮ ગણધરવાદ પ્રભુના અગિયાર ગણધરોની પ્રભુ ભકિતની પ્રત્યક્ષતા નિહાળવાનો પ્રથમવાર જ યોજાતો અનન્ય અવસર તથા બપોરે લુક એન લર્ન જૈન જ્ઞાનધામ, સમસ્ત મુંબઇની જૈન પાઠશાળાઓ તથા જૈન-અજૈન બાળકો અને લાઇવ ટેલીકાસ્ટના માઘ્યમથી દેશ વિદેશના હજારો બાળકો પૂજય ગુરુદેવના સાંનિઘ્યમાં કરશે. બાળ આલોચના, ૨૬/૮ ના સ્વની અને સર્વની ક્ષમાપના, બપોરે ૩ કલાકે ભવોભવના પાપોનું પ્રક્ષાલન કરતી આલોચના સાથે ૫૦૦૦ થી વધુ ભાવિકો પ્રત્યક્ષ અને લાઇવ પ્રસારણના માઘ્યમથી હજારો ભાવિકો શ્રાવક દીક્ષા ગ્રહણ કરશે. પૂજય ગુરુદેવની પ્રેરણાથી બાળ પર્યુષણનું પણ આઠે આઠ દિવસ દરરોજ સાંજે ૪.૪૫ થી ૫.૪૫ અને રાત્રે ૮ થી ૯ આયોજન રાખવામાં આવ્યું છે. જેમાં જૈન-અજૈન દરેક ૮ થી ૧પ વર્ષના બાળકો લાભ લઇ શકશે.આગમ આધારિત પાત્રોના પ્રસંગોનું આબેહૂબ દ્રશ્યાંકન કરાવતા વિશાળ પેઇન્ટીગ્સની આર્ટ ગેલેરી રાખવામાં આવી છે. જેનું દર્શન દરેક કોમ અને દરેક ભાવિકો સવારે ૧૧ થી ૧ર અને સાંજે ૪ થી ૬ લઇ શકશે. ફી માત્ર ‚ા ૫ ટોકન તરીકે રાખવામાં આવી છે.