પ્રતિક ગાંધીને આપણે સૌ ઓળખીએ છીએ જેમણે ગુજરાતી ફિલ્મોમાં પોતાની એક અલગ જ છાપ ઊભી કરી છે. પ્રતિક ગાંધીએ સ્કેમ 1992, વિઠ્ઠલ તીડી, જેવી અનેક ગુજરાતી ફિલ્મો કરી છે. ત્યારબાદ તેણે બૉલીવુડમાં પોતાનો પગપેસારો ભવાઈ ફિલ્મથી કરીને ખૂબ લોક ચાહના મેળવી હતી. હવે તે વધુ એક બૉલીવુડ ફિલ્મમાં કામ કરવા જઈ રહ્યા છે જેમાં વિદ્યા બાલન હિરોઈન તરીકે ભૂમિકા ભજવી રહી છે.
આ ફિલ્મમાં પ્રતિક ગાંધી સાથે વિદ્યા બાલન, ઈલિયાના ડીક્રુઝ અને સેંધિલ રામામૂર્તિ પણ જોવા મળશે. તેની પ્રોડક્શન કંપનીઓએ માહિતી આપી છે કે ફિલ્મનું શૂટિંગ મુંબઈ અને ઉટીના મનોહર સ્થળો પર કરવામાં આવ્યું છે.
આ ફિલ્મ એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટ અને એલિપ્સિસ એન્ટરટેઈનમેન્ટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. વિદ્યા બાલન અને પ્રતિક ગાંધી અભિનીત આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયાની માહિતી એક સુંદર ફોટો શેર કરીને આપવામાં આવી હતી. જો સૂત્રોનું માનીએ તો, આ ફિલ્મના નિર્માણ દરમિયાન ફિલ્મના કલાકારોએ ખૂબ જ મસ્તી કરી હતી. વિદ્યા બાલન અને પ્રતિક ગાંધીની આ તસવીર ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યાનો આનંદ લેતાં તેમનો ઉત્સાહ દર્શાવે છે.
મોર્ડન રિલેશનશીપ પર આધારિત છે આ ફિલ્મ
ફિલ્મના નિર્દેશક શીર્ષ ગુહાના જણાવ્યા અનુસાર આ ફિલ્મ મોર્ડન રિલેશનશીપ પર આધારિત છે. એલિપ્સિસ એન્ટરટેઈનમેન્ટના નિર્માતાઓ અનુસાર, પ્રેમ એક મુશ્કેલ વિષય છે. આ ફિલ્મમાં દર્શકોને એક સાથે અનેક ફ્લેવર જોવા મળશે. આ ફિલ્મમાં દર્શકો પોતાની જાતને તેની સ્ટોરીમાં જોઈ શકશે.