આત્મીય કોલેજ ખાતે વિશાળ હરિદર્શનમ પ્રાર્થના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજી મહારાજના વરદ હસ્તે ઠાકોરજીની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. બે દિવસીય કાર્યક્રમ અંતર્ગત પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને સ્વામીજીનું સ્વાગત કરવા માટે બેન્ડ સુરાવલી સાથે ફુલે વધાવી શોભાયાત્રા નિકળી હતી.
આજના મહામંગલકારી શુભ દિને યોગીધામ ગુરૂકુલ આત્મીય પરિસરની આ પરમ પ્રાસાદીક વિદ્યાતીર્થ ભુમી પર ઠાકોરજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપણી સનાતન વૈદિક સંસ્કૃતિની દિવ્ય પરંપરા પ્રમાણે જયારે પણ ભગવાનના સ્વરૂપોની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે ત્યારે વૈદક વિધિથી યજ્ઞકાર્ય સંપન્ન કરવામાં આવે છે.
એવો જ અદભુત યજ્ઞ વહેલી સવારથી પ્રારંભ કરીને સ્વામીજીના શુભ હસ્તે ઠાકોરજીની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો. યોગીધામ વિદ્યા ગુરૂકુલની અંદર ગુરૂ હરિ સ્વામિશ્રીની હંમેશા એ ભાવના રહી છે કે શિક્ષણની સાથોસાથ વિદ્યાર્થીઓને સત્સંગ અને ભકિતના શ્રેષ્ઠ સંસ્કારો મળે જેમના ફળ સ્વરૂપે જેમના સાચા અર્થમાં માનવી મુલ્યને આત્મ સાર્થક કરીને અત્યારે સમાજમાં પ્રવર્તી રહેલી વિસંગતતાઓ અસમાનતા જેના કારણે અને આપને સાચો પ્રેમ કે આત્મીયતા નથી મળતી એમના કારણે દિવસે દિવસે વ્યકિત કે પરિવારની દષ્ટિએ વૈમનુષ્યની ખુબ મોટી ખાય વધતી જાય છે એ સમય સંજોગો અને વર્તમાન પરિસ્થિતિમાં પ્રગટ ગુરૂ હરિ પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજી મહારાજની એક દિવ્ય સંકલ્પ છે. સર્વત્ર આત્મિયતાનો આર થાય. વસુધૈકુંટુંબ્કમની ભાવનાની વાત કરી છે. સમગ્ર વિશ્ર્વમાં આપનો પારીવારિક આજે ઠાકોરજીની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે અને એજ મંગલમય હેતુથી હરિપ્રસાદ સ્વામીજી મહારાજના આદેશ અને આશીર્વાદ સાથે અહિં વિદ્યાર્થીઓને શિક્ષણની સુવિધા શ્રેષ્ઠ શિક્ષણની સાથે એમને શ્રેષ્ઠ સંસ્કાર મળે છે જે એમના જીવન નિર્માણ માટે જરૂરી છે. એમનું દૈનિક જીવન પણ સુખી થાય અને પારલૌકિક આત્મિક જીવન પણ સુખી થાયએવો મંગલમય હેતુ છે. એ સાકારીત થવાની દિશામાં આજ એક અદભુત કાર્ય થવા જઈ રહ્યું છે.
હરિપ્રસાદ સ્વામીનો હંમેશા એક જ સંદેશો રહ્યો છે.જીવ પ્રાણી પ્રત્યે આત્મિયતા સુરદ ભાવ રાખવો એ દિવ્ય સંદેશ છે. સ્વામીએ એટલે જ એક અદભુત મંત્ર આપ્યો છે કે સમગ્ર વિશ્ર્વની કોઈપણ વ્યકિત હોય કોઈ નાસ્તીક નથી તો એમને જે કોઈ ઈષ્ટદેવમાં શ્રદ્ધ હોય એના શ્રી ચરણોમાં રોજ એક જ પ્રાર્થના કરી અને એ પ્રમાણે જીવન જીવવા સંકલ્પ કરવો જોઈએ કે હે પ્રભુ મારી સાથે કોઈ આત્મિય બને કે ના બને મારે સૌની સાથે આત્મિય બનવું છે. આપ મને આપની આત્મિય બનવાનું બળ આપજો.
આત્મિય બનવું એટલે જયારે વ્યકિતએ હાથ જોડી નમવું પડે તો ગુ‚હરિનો દિવ્ય સંદેશ એજ સંદેશો હોય શકે સૌનો આપણે હળીમળીને આત્મિયતાથી રહેવું છે અને ભગવાન સ્વામીનારાયણનું સનાતન સત્યનો સંદેશ સત્સંગ અને ભકિત અને પણ વિઘ્વાન અને અધોગતિના ખોટી બુદ્ધિની નાસતિકતા માત્ર ને માત્ર સનાતન વિર પુરુષોના સનાતન અવતાર પુરુષોનો જે સંદેશ છે જે આદેશ છે કે જેમાં આશિર્વાદ રહિત છે. સૌ કોઈ સત્સંગ અને ભકિતના માર્ગે તન મન અને ધન આત્માથી સુખી થઈ શકે છે. ભગવાને કહ્યું એ પ્રમાણે કામ અને મોક્ષ ચતુર્વેદ પુરુષાર્થની સિદ્ધિને પ્રાપ્ત થાય આવી જ સિદ્ધિઓને પ્રાપ્ત થાય અને પ્રભુ ચરણ સ્વામીને પ્રાર્થના છે.