ઉમરગામ સમાચાર
સખ્ત મહેનતનો કોઈ વિકલ્પ નથી અને આટલી મહેનત અને પરિશ્રમથી સફળતાના શિખરે પહોંચનાર માથી એક વ્યક્તિનું નામ છે પ્રશાંત કારુલકર આજે પોતાના વતન ઉમરગામ ખાતે આવી પહોંચતા વિશાળ સંખ્યામાં મિત્ર વર્તુળ દ્વારા તેમનું ભવ્યતાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે તેમના બાળપણના મિત્ર સચિન માછીની મુલાકાત માટે તેમના ઘરે પોહચ્યા હતા ત્યારે સચિન ભાઈ માછીના પરિવાર દ્વારા તેમનો ભવ્યતાથી સ્વાગત કરાયું હતું.
બાળપણના પરમ મિત્ર સચિન માછીની મુલાકાતે તેમના ઘરે આવેલા કારુલકર દંપતીનું ભવ્ય સ્વાગત કરાયું
પ્રશાંત કારુલકર એક એવા વ્યક્તિ છે જે બિનરાજકીય વ્યક્તિ હોવા છતાં પણ તેમનો વગ કોઈ કેન્દ્રના કેબિનેટ મંત્રીથી ઓછી નથી. જેમને RSSના સરસંઘચાલક મોહનજી ભાગવત, ભારતના ગૃહ પ્રધાન અમિત શાહજી, ભારતના નાણાં પ્રધાન નિર્મલા સીતારમણજી, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીજી જેવા દિગ્ગજો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે.
ભારતીય નૌકાદળના વાઇસ એડમિરલ દ્વારા તેમને સર્વોચ્ચ નાગરિક પ્રશસ્તિપત્રથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. જે સન્માન આજદિન સુધી ભારત વર્ષમાં ફક્ત કિકેટર સચિન તેંડુલકર, મહેન્દ્રસિંહ ધોનીને મળ્યું છે. ત્રીજા વ્યકિત પ્રશાંત કારુલકર છે.
બિઝનેસ ટાયકૂન રતન ટાટા દ્વારા ABCI એવોર્ડ્સ પ્રસ્તુત કરવા માટે તેમને મુખ્ય અતિથિ તરીકે પણ નામાંકિત કરવામાં આવ્યા હતા.
લંડનની રાણીનો વિશેષ સિક્કો એસપીએલ યુકેના હેડ ઓફ સિક્યુરિટી દ્વારા મુંબઈમાં તેમની ઓફિસમાં રજૂ કરવામાં આવ્યો હતો.
લંડનની રાણીનો વિશેષ સિક્કો એસપીએલ યુકેના હેડ ઓફ સિક્યોરિટી દ્વારા મુંબઈ ખાતેની તેમની ઓફિસમાં લંડનની સંસદમાં એવોર્ડ પ્રાપ્ત કરવાના પ્રતીક તરીકે રજૂ કરવામાં આવ્યો છે,
જેમના જોડાણો અને પહોંચ ભારત બહાર પણ છે યુરોપ, શ્રીલંકા, નેપાળના રાજકીય વર્તુળોમાં, સ્વિત્ઝર્લેન્ડના જાણીતા રાજકારણીઓ યુરોપમાં તેમને મળવા વ્યક્તિગત રીતે આવે છે, ભારતના તમામ જાણીતા રાજકારણીઓ અને IAS, IPS, સોલિસિટર જનરલ, ગૃહ સચિવ, નાણા સચિવ, આ બધા તેમના ખૂબ નજીકના મિત્રો છે.વર્લ્ડ કોમ્યુનિકેશન ફોરમ જેવી મોટી સંસ્થાના સભ્યો તરીકે સંયુક્ત રીતે નામ મેળવનાર વિશ્વના પ્રથમ દંપતી તરીકે દૂર દૂર સુધી પ્રખ્યાત છે.
હાઉસિંગ ફાઈનાન્સ, ઈન્સ્યોરન્સ, ન્યૂઝ મીડિયા, બ્લડ પ્લાઝ્મા મનુફેક્ચરિંગ, એફએમસીજી, એગ્રીકલ્ચર અને બીજા ઘણા બધા વ્યવસાયિક ક્ષેત્રોમાં સફળતાપૂર્વક અને હજારો લોકો માટે રોજગારીનું સર્જન કર્યું છે.આજે તે આવા યુવાનોના ગળામાં તાવીજ સમાન છે અને નવી પેઢી માટે એક મહાન આદર્શ છે, ટીમ ભાવના સાથે દરેકની જેમ સાદી પારિવારિક પૃષ્ઠભૂમિ ધરાવતો, જે આ મુશ્કેલ પ્રવાસમાં પણ ખૂબ હિંમત સાથે સફળતાના શિખરે પહોંચ્યો છે શ્રી પ્રશાંત કારુલકર,તે ત્રીજી પેઢીના RSS યુવા પણ છે.
આવનારા દિવસોમાં ઉમરગામ તાલુકામાં નવા અનેક વિકાસના પ્રોજેક્ટના દ્વાર ખુલશે
અનેક રાજકીય આગેવાનો તેમજ કેન્દ્ર સરકારમાં સારી પકડ ધરાવનાર પ્રશાંત કારુલકરે ઉમરગામ ખાતેની મુલાકાત દરમિયાન પત્રકારોને જણાવ્યું હતું કે ઉમરગામ તાલુકામાં આવનારા દિવસોમાં અનેક મોટા વિકાસના પ્રોજેક્ટ આવનાર છે .