કચ્છના લખપત તાલુકાના વર્માનગર ખાતે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં ૭ થી ૯ માર્ચ સુધી ત્રી દિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવશે.જે આયોજનની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે
વર્માનગર ખાતે બીએપીએસ સંસ્થાના આધાર પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ અને પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામીની પ્રેરણાથી નૂતન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં ગત જૂન ૨૦૧૮ માં મૂર્તિઓનું શિલાન્યાસ કરવામાં આવ્યું હતું. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ભુજમાં આવેલું છે આ બાદ ૧૫૦ કિમિ ના અંતર બાદ વર્મા નગર ખાતે આ મંદિર નિર્માણ કરાયું છે.૧૯૯૪ માં પ્રમુખ સ્વામી મહારાજ અહીંના એકતા નગર ખાતે ત્રીદિવસ પધાર્યા હતા.બાદમાં હરિભક્તો ના પ્રયાસથી અહીં મંદિર નિર્માણ થયું હતું.ભૂકંપમાં આ મંદિર જર્જરિત થતા નૂતન મંદિરની જરૂરિયાત ઉભી થઇ હતી..આ મંદિર ઝડપથી આકાર પામ્યું છે.૭મીના મહિલા સંમેલન ,સત્સંગ સભા , ૮ મીએ મૂર્તિ શોભાયાત્રા , વિશ્વ શાંતિ યજ્ઞ અને ૯મીએ પ્રતિષ્ઠા સભા સહિતના કાર્યક્રમો યોજાશે.સરહદી વિસ્તારના હરિભક્તો અહીં મોટી સંખ્યામાં હાજરી આપશે..