પ્રવિણકાકાની સ્મૃતિચિન્હ સમી ગાડીને શિશુ મંદિરના વિકાસ કાર્યો અર્થે ભેટમાં આપતા તેમના પત્ની પ્રેમિલાબેનઅને પુત્ર અપૂર્વભાઈ
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ સંચાલિતસરસ્વતી વિદ્યામંદિર સંકુલનાં વિકાસ કામો અર્થે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ અગ્રણીઅને સૌ કોઈના માર્ગદર્શક-પથદર્શક સ્વ. પ્રવીણભાઈ મણીયારની અમૂલ્ય યાદગીરી સમી ગાડીને તેમના ધર્મપત્ની ગં.સ્વ. પ્રમિલાબેન પ્રવીણભાઈમણીઆર અને પુત્ર અપૂર્વભાઈ પ્રવીણભાઈ મણીઆરે ભેટમાં આપી છે.
પ્રવીણ કાકાએ વર્ષો સુધી જે ગાડીમાં પ્રવાસ કરી પ્રજાકલ્યાણનાં કાર્યો કર્યા એપ્રવીણ કાકાની સ્મૃતિ ચિન્હ સમી ગાડી સરસ્વતી વિદ્યામંદિર સંકુલનાં વિકાસ કાર્યો અર્થેભેટમાં આપવાના અવસર નિમિત્તે પ્રવીણ કાકાનાં પુત્ર અને સરસ્વતી વિદ્યામંદિર સંકુલનાંચેરમેન અપૂર્વભાઈ મણીઆરે જણાવ્યું હતું કે, પ્રવીણ કાકાનાં હુલામણાનામેથી જાણીતા પિતા પ્રવીણભાઈ આજીવન આરએસએસનાં સ્વયંસેવક અને સમાજસેવકની ભૂમિકામાં સ્વ માટે નહીં સર્વ માટે જીવ્યા હતા. તેમનું સમગ્ર જીવનસંઘ સમર્પિત રહ્યું છે.
શિક્ષણ તથા સમાજસેવાને પોતાનો જીવનમંત્ર બનાવનાર પિતા પ્રવીણભાઈનું સંઘનાં એક સામાન્ય કાર્યકરથી લઈ પ્રાંત કાર્યવાહકની સફરમાં અનેક ગામડાઓની મુલાકાત લઈ ઠેર-ઠેર ભારતીય સંસ્કૃતિઅને મૂલ્યનિષ્ઠ શિક્ષણનાં બીજ રોપ્યા છે.
આ દરમિયાન પોતાના સમગ્ર જીવનકાળમાં પ્રવીણ કાકા જે ગાડીમાં મુસાફરી કરતા એ તેમની સ્મૃતિ ચિન્હ સમી ગાડીહવે સરસ્વતી વિદ્યામંદિર સંકુલનાં વિકાસ કાર્યો અર્થે ઉપયોગમાં લેવાશે. પ્રવીણ કાકા જીવંતહતા ત્યારે શિક્ષણનાં માધ્યમ થકી સમાજને ઉપયોગી બન્યા હવે પ્રવીણ કાકા જે સાધનોનો ઉપયોગકરતા એ શિક્ષણનાં વિકાસ કાર્યોમાં ઉપયોગી બને તેવો મણીયાર પરિવારનો હેતુ છે એવું અપૂર્વ ભાઈમણીઆરે જણાવ્યું હતું. પ્રવીણ કાકાનાં ધર્મપત્ની ગં.સ્વ. પ્રમિલાબેન અને પુત્રઅપૂર્વભાઈનાંઆ નિર્ણયને સરસ્વતી વિદ્યામંદિર સંકુલનાં ટ્રસ્ટીઓ ડો.બળવંતભાઈ જાની, પલ્લવીબેન દોશી, રમેશભાઈ ઠાકર, કેતનભાઈ ઠક્કર, અનીલભાઈ કિંગર, હસુભાઈ ખાખી, અક્ષયભાઈ જાદવ, કીર્તિદાબેન જાદવઅને રણછોડભાઈ ચાવડા સહિત સંસ્થાનાં વ્યવસ્થાપક કમિટીનાં સદસ્યો અને પ્રધાનચાર્ય તેમજ આચાર્ય ગણએ અાવકાર્યો છે.