રાજકોટ અયપ્પા સેવા સમિતિ દ્વારા અયપ્પા મંદિર ખાતે શિવલીંગની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું હતુ આ શિવલીંગ ખાસ કેરલથી તૈયાર કરી લાવવામાં આવી છે જે નાગેશ્ર્વર મંદિર જામનગર રોડ ખાતેથી શિવલીંગ શોભાયાત્રા નીકળી હતી જે અયપ્પા મંદિર ખાતે સમાપ્ત થઈ હતી. તમામ વિધી શાસ્ત્રોકત વિધી પ્રમાણે કરવામાં આવી હતી.
રમેશ મહેનોનએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, મહાશિવલીંગનું શોભાયાત્રા સાથે અયપ્પા મંદિર ખાતે જનાર છે. જે મંદિર ત્રીસ વર્ષ જુનુ છું એ મંદિરમાં ૧૭મી તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થનાર છે. આ શિવલીંગ છે. તે મહાશિવલીંગ કહેવાય છે. એનું મહત્વ જયોતિલીંગના મહત્વ સમાન જ આનું મહત્વ છે. એ વ્યવસ્થા પ્રમાણે પધ્ધતિ પ્રમાણષ ત્યાં સ્થાપન કરવાના છે. અયપ્પા સેવા સમિતિ દ્વારા ચાલુ વર્ષે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન અનેકવિધ આયોજનો કરવામાં આવ્યા હતા. મહિલાઓ પરંપરાગત વસ્ત્રોમાં કાર્યક્રમમાં હાજર રહી હતી.