આજે મહાશિવરાત્રીને દિવસે શિવ આરાધના,પૂજન-અર્ચન-આરતી બાદ અંબાજી માતાજીની મહાઆરતીનો હજારો ભક્તોએ લાભ લીધો
ઋષિ દવે,અબતક, રાજકોટ
આજે મહાશિવરાત્રી છે સાથે જ રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટરમાં આવેલ અંબાજી મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને 2 વર્ષ પૂર્ણ થયા છે.રાજકોટ શહેર પોલીસ હેડ કવાટર્સ ખાતે જુના અંબાજી માતાના મંદિરનો જીણોધ્ધાર કરી અંબાજી માતાના ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું જે અંબાજી માતાજીનું મંદિર સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વિશાળ તથા ગુજરાતમાં બીજા ક્રમનું વીશાળ મંદિર છે.2 વર્ષ પહેલાં 01 માર્ચ વર્ષ 2020 ના રોજ અંબાજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.આજે 2 વર્ષ પૂર્ણ થતાં હોઈ આજરોજ અંબાજી મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટ શહેર પોલીસ પરીવારના તમામ સભ્યોએ આ મહાઆરતીનો લાભ લઇ માતાજીના આશીર્વાદમેળવ્યાં હતા.અંબાજી મંદિર ખાતે સૌ પ્રથમ દેવાધિદેવ ભોળીયાનાથની પૂજા અર્ચના આરતી કર્યા બાદ .અંબાજી માતાજીની મહાઆરતી કરવામાં આવી હતી બાદમાં સૌ ભક્તોને માતાજીનો પ્રસાદ તેમજ ભાંગ વિતરણ કરવામાં આવ્યું હતું.
લોકોની માનતા પૂર્ણ થાય છે, હજારો ભક્તો પૂનમ ભરવા પણ આવે છે
અંબાજી માતાજી મંદિર સૌરાષ્ટ્રનું સૌથી ભવ્ય મંદિર છે.લોકો પોતાની માનતા પૂર્ણ કરવા માટે અહીં આવે છે.અંબાજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 1 માર્ચ, 2020 ના રોજ યોજાયો હતો.આ મહોત્સવમાં વિજયભાઇ રૂપાણીએ હાજરી આપી યજ્ઞમાં જોડાયા હતા.માત્ર 2 જ વર્ષમાં અંબાજી મંદિરનું મહત્વ ખૂબ જ વધી ગયું છે .લોકો પૂનમ ભરવા પણ અહીં આવે છે.લાખો ભક્તોની આસ્થા આ મંદિર સાથે જોડાયેલ છે.આજરોજ બહોળી સંખ્યામાં માતાઓ બહેનોએ મહાઆરતીનો લાભ લઇ આશીર્વાદ મેળવ્યા હતા.