મૂર્તિ પ્રતિષ્ઠાના ધર્મોત્સવમાં વાજતે ગાજતે દાદાને ર માર્ચે પધરાવવામાં આવશે. આ સાથે ર૪ ફેબ્રુ. થી ર માર્ચ સુધી ભાગવત કથાનું આયોજન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ને લઇ આયોજકો અબતકને આંગણે
રાજકોટના કણકોટ મેઇન રોડ ખાતે અમર હનુમાનજી દાદાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા શીવ પરિવાર, રાધેકૃષ્ણ શનિદેવ, ભેરવનાથની મુર્તિ પ્રતિષ્ઠાનો ધર્મોત્સવ વાજતે ગાજતે તા. ર માર્ચ ના રોજ સવારે યોજાશે. આ આયોજનને લઇ આયોજકોએ અબતકની મુલાકાત લીધી હતી.
ભાગવત કથાનું તા. ર૪ થી ર–૩ સુધી પોતાની શૈલીમાં કથાનું રસપાન કરાવશે. શાસ્ત્રી આચાર્ય કૌશિકભાઇ ત્રિવેદી આ પ્રસંગે સંતો, મહંતો ભકતજનો પધારી શોભામાં અભિવૃઘ્ધિ કરશે.
કથા દરમ્યાન રાત્રીના સંતવાણીના કાર્યક્રમો યોજાશે. તા. ર૪–ર કરીશ્માબેન દેશાણી, નિવરભાઇ ગોંડલીયા, તા. ર૬–ર ના રાત્રીએ ખીમજીભાઇ ભરવાડ,પારુલબેન દેસાણી, તા. ર૮–ર ના રોજ પુનમબેન ગોંડલીયા ત્થા રવિશમબાપુ હરીયાણી અલખની આરાધના કરશે.
આ ધર્મોત્સવમાં પધારવા આયોજક સાધુ બકુલદાસ ડી. હરીયાણી, દીનેશભાઇ દેસાણી, ભાવીનભાઇ બી. હરીયાણી, તુલસીદાસ ગોંડલીયા એ અનુરોધ કર્યો છે.