• 600 એકરમાં પ્રમુખ સ્વામી મહારાજ નગરી ઉભી કરી આબેહુબ ‘અક્ષરધામ’ની ઝાંખી કરાવાશે
  • એક મહિના સુધી ધાર્મિક, સાંસ્કૃતિ તેમજ બાળનગરી બનાવીને વિવિધ મનાવાશે

બી.એ.પી.એસ. સંચાલિત પ.પૂ. મહંત સ્વામીના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ આયોજન કરવામાં આવેલ છે. પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિ 2023 સુધી ભવ્યથી ભવ્ય ધાર્મિક કાર્યક્રમો તેમજ વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે. નગરીમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બાળકો માટે બનાવવામાં આવેલ વિવિધ સ્થળો કે જેમાં ભુલકાઓ તેમની કલાકૃતિઓ અને સંસ્કૃતિને ખીલાવી શકે.

નગરીમાં 45 અલગ અલગ આંતરીક વિભાગો આવેલા છે. જે સરદાર પટેલ રીંગ રોડના પશ્ર્ચિમ કાંઠે ભવ્ય પ્રવેશ દ્વાર ‘સંત દ્વાર ’ આવેલ હશે અને તમામ દ્વાર પર ભવ્ય સંતોની પ્રતિમા બીરાજશે.

પ્રમુખ સ્વામી મહારાજ સતાપ્દીમાં મુખ્ય પ.પૂ. મહંત સ્વામીના દિક્ષાર્થીઓ, પ.પૂ. જ્ઞાનેશ્ર્વ સ્વામી, પ.પૂ. જ્ઞાનવત્સલ સ્વામી, પ.પૂ. અપૂર્વમુનિ, પ.પૂ. નિખિલેશ સ્વામી, પૂ. વિવેકજીવન સ્વામી,  પ.પૂ. અક્ષરવત્સલ સ્વામી દ્વારા ભવ્ય પ્રમુખ સ્વામી સતાબ્દી મહોત્સવની ઉજવણી કરાશે.

DSC 1239

સપ્તાદી મહોત્સવની ઉજવણી કરવામાં પ્રમુખ સ્વામી મહારાજનો બીજો મુખ્ય હેતુ ‘યતકિંચિત’ લોકો થશે અને લાખો લોકોને નિરવ્યસ થશે, લાખો વિઘાર્થીઓને માર્ગદર્શન મળશે. આમ, પ્રમુખ સ્વામી મહારાજના જીવનકાળમાં કાર્યોથી તમામ મુલાકાતીઓને જીવનમાં પ્રેરણાદાયી બની રહેશે.

બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા દેશ-વિદેશમાં પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિ ભવ્યતા પૂર્વક ઉજવાય છે. જેમાં, 2016માં સુરતમાં, 2017માં રાજકોટમાં, 2018 માં આણંદમાં,  2019માં મુંબઇમાં ઉજવાય હતી. જેમાં આ વખતે 2022માં અમદાવાદ ખાતે ભવ્ય 600 એકરની જગ્યામાં પ.પૂ. મહંત સ્વામીના પ્રેરણાદાતા છે, જેની એક મહિના સુધી ભવ્ય ઉજવણી થશે, જે પૂ. વિવેકજીવન સ્વામી દ્વારા કહેવામાં આવ્યું હતું.

શતાબ્દી મહોત્સવમાં 1100 સંતો દ્વારા કાર્યક્રમની ગોઠવણી કરવામાં આવી છે, જેમાં 70000 થી વધુ સ્વયસેવકો છે. સતત કાર્યરત રહેશે આ ઉભી થનાર પ્રમુખ સ્વામી મહારાજ નગરીરમાં 21000 સેવા કેન્દ્રો દ્વારા સંચાલન કરાય છે. જે પૂ. મહંત સ્વામીની નિશ્રામાં થઇ રહ્યું છે. ગુજરાતમાં આ કાર્યક્રમ મીની કુંભ બની જશે. જેમાં સમગ્ર દુનિયામાંથી લોકો પધારશે. મહોત્સવ સ્થળોમાં કલાત્મક સાંસ્કૃતિક પ્રવેશ દ્વારો, પ્રમુખ સ્વામી મહારાજની ભવ્ય સ્મારક પ્રતિમા, ભવ્ય અક્ષરધામ મહામંદિરની અતુલ્ય યાત્રા, વિવિધ પ્રેરણાઓ આપતા પ્રદર્શન ખંડો, બાળકો માટે બાળનગરી, ટેલેન્શો જેમા બાળકો તથા મહિલાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો થશે, મહિલા મંચ દ્વારા વિવિધ પ્રસ્તુતિઓ, યજ્ઞ પુરૂષ સભાગૃહમાં વિવિધ કાર્યક્રમો, લાઇટ એન્ડ સાઉન્ડ શો જેમાં 300 થી વધુ પ્રસ્તુતિઓ થશે, જયોતિ ઉદ્યાનની રંગ બે રંગી રચનાઓ, લેન્ડ સ્કેપ, રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય વિદ્યત પરિષદો, પ્રેમવતી ઉપહાર ગૃહ, સંતો- સ્વયંમ સેવકોનું સેવા બલિદાન મહોત્સવનું પૂ. મહંત સ્વામીના પ્રેરણા સ્ત્રોતે ની સમગ્ર રુપે સર્વત્ર નગરીમાં ઉ5સ્થિત થશે.’

DSC 1233

  • શતાબ્દી મહોત્સવનો મુખ્ય હેતુ સંસ્કાર અને સંવાદિતતાથી સુખ લાવવાનું છે’

પ્રમુખ સ્વામી મહારાજના 95 વર્ષના જીવનકાળ દરમિયાન તેઓ હરિભકતો ખુબ જ પ્રોત્સાહન આપતા અને જીવન ઘ્યતા અનુભવવામાં સિંહ ફાળો આપતા, તેઓના જીવનનો મુખ્ય સંદેશ ‘બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ભલામાં આપણું ભલુ અને બીજાના ઉત્કર્ષમાં’ આપણું ઉત્કર્ષ મુખ્ય ઉદેશ હતો. પ્રમુખ સ્વામી મહારાજ જીવનકાળમાં 1800 ગામો શહેરોમાં વિચરણ કર્યુ છે, આજે 3.50 લાખથી વધુ ઘરોમાં પારિવારીક પ્રવચન આપ્યું છે. સતાપ્દીમાં તમામ સ્વયસેવકો નિ:સ્વાર્થી ભાવે સેવા આપીને પ્રમુખ સ્વામી મહારાજને શ્રઘ્ધાજલી અર્પણ કરશે. પ્રમુખ સ્વામી મહારાજના કહ્યા મુજબ ચારિત્ર દઢ કરવા અને ચારિત્રવાના સમાજ તૈયાર કરો. જે તમામ સ્વામીઓ દ્વારા એક જ હેતુસર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત, સતાપ્દી મહોત્સવનો હેતુ લાખો સુધી સેવાઓના લાભનો સંદેશ મળે અને હરિભકતો તથા લોકોમાં જીવન જીવવાનું પ્રેરણાસભર માર્ગદર્શન મળે તે હેતુ રહેલો છે.

  • શતાબ્દી મહોત્સવ દ્વારા પ્રમુખ સ્વામી મહારાજને અપાશે શ્રઘ્ધાંજલી: પૂ. અપૂર્વમુનિ

પ્રમુખ સ્વામીના સ્મરણાર્થે હજારો ભાવિકોઓ અને લાખો હરિભકતો દ્વારા આ શતાબ્દી મહોત્સવમાં તેમની અનુકુળતા મુજબની સેવાઓ આપીને પ્રમુખ સ્વામી મહારાજને શ્રઘ્ઘંજલી અર્પણ કરાશે. તેમજ નગરીમાં સપૂર્ણ વ્યવસ્થાના ભાગ રુપ સ્વયસેવકો  દ્વારા સંપૂર્ણ સહકારી નિ:સ્વાર્થ ભાવે સેવા આપીને શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે.

  • પ્રમુખ સ્વામીનો જીવન સંદેશ લાખો લોકો સુધી પહોંચાડાશે: પૂ. જ્ઞાનેશ્ર્વર સ્વામી

પ.પૂ. જ્ઞાનેશ્ર્વર સ્વામી દ્વારા તમામ હરિભકતોને સંદેશો પાઠવાશે. અને પ્રમુખ સ્વામી મહારાજના જીવન સંદેશને આગળ વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રમુખ સ્વામી મહારાજના કાર્યો સતત આગળને આગળ વધતા રહે તથા લોકોના ઘરમાં શાંત્િ અને ઘર એક મંદિર બની જાય તેવો સંદેશો પહોંચે જે આ ઉજવાનારી શતાબ્દીનો મુખ્ય હેતુ રહેલો છે. આમ, પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી અર્થે બધાના જીવનને ધન્ય બનાવવામાં કાર્યક્રમ માર્ગદશિકા રુપ બની રહેશે.

  • મહોત્સવમાં લાખો લોકો ઉમટશે: પૂ. અક્ષર વત્સલ સ્વામી

પ્રમુખ સ્વામી મહારાજનો આ મહોત્સવ અનેક પ્રકારની પ્રેરણાઓનો મહોત્સવ બની રહેશે. આ મહોત્સવના ‘બીજ’ ઘણા વર્ષો પહેલા નખાયા હતા. પહેલા ઉજવાયેલા મહોત્સવમાં 59 દિવસનો મહોત્સવ ઉજવીને આંદોલન ચલાવેલુ ભાવિકો અને હરીભકતોમાં જાગેલો ભાવ મહોત્સવને આંદોલનરૂપી બનાવાયો હતો. જેમાં ધાર્મિક સાથે સાથે સાંસ્કૃતિક ગતિવિધીઓ દ્વારા કાર્યક્રમ ઉજવાયા હતા. દશે-વિદેશમાં ત્રણ દાયકા પહેલા ર00 એકરમાં મોટા પાયે ઉજવણી થઇ હતી. જેમાં 1995માં મુંબઇમાં, 1985માં લંડનમાં વગેરે અનેક વિધ સ્થળોએ ઉજવણીઓ કરાઇ હતી.

  • પ્રમુખ સ્વામી મહારાજની 30 ફુટની પ્રતિમા પ્રસ્થાપિત થશે

DSC 1228

પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવમાં 30 ફુટ ઉંચી સ્વરણીય પ્રતિમા પ્રસ્થાપિત કરાશે, ર4 કલાકના એક એક કાર્યની સ્મૃતિ થશે. તેમજ આબેહુબ અક્ષરધામની પ્રતિકૃતિ થશે.

મંદિરોમાં પ્રતિક રૂપે 67 ઇંચ ઉંચી પ્રતિમા હશે. તેમજ અક્ષરધામ મંદિરની ચારેય બાપુ થીમ પાર્ક રચાયો છે. જેમાં ‘સહજાનંદ જયોતિ ઉદ્યાન’  રચાયેલું છે. જેમાં સાંસ્કૃતિક, સંદેશાઓને પ્રસ્તુત કરવામાં આવશે. નગરીમાં વિવિધ પાંચ પ્રદર્શન ખંડોમાં આઘ્યાત્મીક, નૈતિક અને પારિવારીક મહોત્સવનું વાતાવરણ ઉભું થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.