અપૂર્વમુનિ સ્વામી પોતાની રસાળ અને ચોટદાર શૈલીમાં કથામૃતનો લાભ આપશે લોક સાહિત્ય, સંવાદ, નૃત્ય, પ્રેરક વિડીયો-શો અને પ્રદર્શન સહિતના આયોજન
પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે આગામી તા.૨૪ને સોમવારથી તા.૩૦ને રવિવાર સુધી રાત્રે ૮ થી ૧૧:૩૦ દરમિયાન રેસકોર્ષ મેદાન ખાતે માનવ ઉત્કર્ષ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે અપૂર્વમુનિ સ્વામી પોતાની રસાળ અને ચોટદાર શૈલીમાં કથામૃતનો લાભ આપશે. લોકસાહિત્ય, સંવાદ, નૃત્ય, પ્રેરક વિડીયો-શો અને પ્રદર્શન સહિતના આયોજનો આ તકે કરાયા છે.
તા.૨૪ને સોમવારે ‘હું અને મારા પ્રશ્ર્નો’ વિષય પર હાસ્ય કલાકાર ધી‚ભાઈ સરવૈયાનો બ્રહ્માનંદમ કાર્યક્રમ યોજાશે. તા.૨૫ને મંગળવારે ‘હું અને મારી સફળતા’ વિષય પર સંજીવની સંવાદ અટલાદરા છાત્રાલય દ્વારા રજુ થશે. તા.૨૬ને બુધવારે ‘હું અને મારા સંતાનો’ વિષય પર હાસ્ય કલાકાર જગદીશભાઈ ત્રિવેદીનો બ્રહ્માનંદ કાર્યક્રમનો લાભ મળશે. તા.૨૭ને ગુરુવારે ‘હું અને મારા માનવીય સંબંધો’ વિષય પર વિદ્યાનગર છાત્રાલયના સંવાદનો લાભ ભાવિકોને મળશે. તા.૨૮ને શુક્રવારે ‘હું અને મારી રાષ્ટ્રીયતા’ વિષય પર ભારત કી હમ શાન હૈ નૃત્ય રજુ થશે. તા.૨૯ને શનિવારે ‘હું અને મારી શ્રદ્ધા’ ઉપર સંવાદ યોજાશે. તા.૩૦ને રવિવારે ‘હું અને મારા સુખ-શાંતિ’ વિષય પર નૃત્ય ‘મહંત સ્વામી આપનો નેહડો લાગ્યો રે…’ નૃત્ય રજુ થશે. મહોત્સવની પૂર્ણાહુતી પ્રસંગે ડો.સ્વામીના દર્શનનો લાભ સત્સંગીઓને મળશે.