જાણીતા સાઉથના સુપરસ્ટાર અભિનેતા પ્રકાશ રાજે પોતાના ચારેય નેશનલ એવોર્ડ પાછા આપવાની વાત કરી છે. તેમને કહ્યું કે તે પત્રકાર ગૌરી લંકેશની હત્યા પર પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની ચૂપકીદીથી નારાજ છે. આ ઘટનાને તેમને ચિંતાજનક ગણાવી હતી.
પ્રકાશ રાજે બેંગ્લુરુમાં ડેમોક્રેટિક યૂથ ફેડરેશન ઓફ ઈંડિયાની સ્ટેટ મીટિંગમાં કહ્યું, ‘ગૌરી લંકેશના હત્યારાઓની જાણ થાય કે ના થાય, પરંતુ જે રીતે એક મોટો વર્ગ સોશિયલ મીડિયા પર તેમના મોતને સેલિબ્રેટ કરી રહ્યો છે, તે પરેશાન કરનારી વાત છે. અમે બધા જાણીએ છીએ કે આ કોણ છે અને તેમની શું વિચારધારા છે. આ એવા લોકો છે, જે નરેન્દ્ર મોદીને ફોલો કરે છે. આ બધી વાતો ચિંતાજનક છે કારણ કે તેનાથી ખબર પડે છે કે આપણો દેશ ક્યાય જઈ રહ્યો છે.
પ્રકાશ રાજે આગળ કહ્યું, હું કોઈ એવોર્ડ મેળવવા માંગતો નથી. અને મને કોઈ ના કહે કે સારા દિવસ આવશે. હું એક જાણતો અભિનેતા છું, જેના કારણે તમે નાટક કરો છો ત્યારે હું ઓળખી જાઉં છું.