પ્રેસ ઇન્ફોર્મેશ્ન બ્યુરો, સેન્ટ્રલ બ્યુરો ઓફ કમ્યુનિકેશન અને ગુજરાતમાં કેન્દ્ર સરકારના અન્ય મીડીયા એકમોના વડા તરીકે પ્રકાશ મગદુમે ચાર્જ સંભાળી લીધો છે. ડો. ધીરજ કાકડીયાની રજીસ્ટ્રાર ઓફ ન્યુઝ પેપર ઓફ ઇન્ડીયા (આરએનઆઇ)ના વડામથક દિલ્હી ખાતે અપર મહાનિર્દેશન તરીકે નિમણુંક થતા એમની જગ્યાએ પ્રકાશ મગદુમે આજથી ચાર્જ સંભાળી લીધો છે. 1999 બેચના આઇઆઇએસ અધિકારી પ્રકાશ મગદુમ અગાઉ નેશનલ ફિલ્મ આર્કાઇવ્સ ઓફ ઇન્ડીયા (એનએફએઆઇ) પુનામાં નિર્દેશક તરીકે ફરજ બજાવતા હતા. અને તેઓ મુળ મહારાષ્ટ્રના વતની છે. શ્રી પ્રકાશ મગદુમ કેન્દ્ર સરકારના મહત્વના મીડીયા એકમોનો ચાર્જ આસામ, કેરળ સહીત વિવિધ રાજયોમાં સંભાળી ચૂકયા છે અને મીડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે.