કાઠી દરબારો આજે પણ સૂર્યનારાયણ દેવનું ઈષ્ટદેવ તરીકે વિધિવત્ પૂજન કરે છે
માંડવભૂમિની શોભામાં અભિવૃધ્ધિ કરતા આ મંદિર પર ટુરિઝમ વિભાગ ધ્યાન આપે તો વિકાસના દ્વારા ખૂલી શકે
સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા તાલુકાના દેવસર ગામના ટિંબા ઉપર આ ભવ્ય સૂર્યમંદિર આજે માંડવભૂમિની શોભા વધારી રહયુ છે. તે ચોટીલા થી ઉત્તર દિશામાં થાનગઢ જતા રોડ ઉપર ૧૨ કિ.મી.ના અંતરે આવેલ છે , જે પ્રદેશનુ નામ માંડવ પડયુ છે તે માંડવરુષિની મુલ તપસ્યા સ્થાન અને ઝૂંપડી હતી. તયા તમામ વર્ણને રહેવા જમવાની સગવડ આપવામાં આવે છે , તેનો તમામ ખર્ચ કાઠી દરબારો ભોગવે છે, તેવા પવિત્ર અને પ્રાચીન દેવભૂમિ અને નૈસર્ગિક વાતાવરણ થી આપણને આનંદનો અનુભવ થાય છે,
સૂર્ય ઉપાસનાને વૈદિક સાહિત્યમાં ખુબજ સ્થાન આપેલ છે, તેવી સૂર્યઉપાસના ૧૧ મી સદિ સુધી ભારતમાં ચરમસીમા પર હતી, પરંતુ સમય જતા આ દેશ સૂર્યઉપાસનાથી દૂર થતો ગયો, પરંતુ કાઠી દરબારો આજે પણ સૂર્યનારાયણ ને ઇષ્ટદેવ તરીકે પૂજે છે અને ગવઁ અનુભવે છે.
જયાં જયાં કાઠી દરબારોએ સ્થળાંતર કરેલાછે ત્યાં સૂર્યમંદિરોની સ્થાપનાં કરેલ છે તેવું એક સૂર્યનારાયણનું નવુ મંદિર બાંધવામાં આવ્યું તેની સંક્ષિપ્ત વિગત જાણીએ.
સૌપ્રથમ સંવત ૧૯૬૭ કારતક વદી ૩ ને શનિવાર ના રોજ જસદણ મુકામે દરબાર સાહેબ ના અધ્યક્ષસ્થાને કાઠી દરબારોની મિટિંગ બોલાવવામાં આવી . તે મિટિંગમાં ચોટીલાના દરબાર રાણીંગબાપુ સોમલાબાપુએ પોતાનુ ગામ દેવસર ગામનો ટીંબો સૂર્યપર્ણ કયોં અને તે સર્વે કાઠી દરબારોએ સ્વિકારી લીધો. અને દરેક કાઠીદરબારોએ સાંતિ દિઠ એક રુપિયો આપવાનુ નક્કી કરવામાં આવ્યુ.
દૂધરેજ વડવાળા મંદિરના મહંત પુ.ગંગારામદાસજીબાપુના શિષ્ય પુ.ભગવાનદાસજી બાપુને કાઠી દરબારોએ સં. ૧૯૭૦ પોષ વદી ૫ને શુક્રવારે નવા સુરજદેવળ મંદિર બાંધવાની અને સંભાળવાની જવાબદારી સોપવામાં આવી.
પુ.ભગવાનદાસજી બાપુની વૃધ્ધાવસ્થા ને કારણે સં.૧૯૭૭ કારતક સુદી ૧૫ ના દિને પુ.ત્રિકમદાસજીબાપુ ને લઘુ મહંત તરિકે નિમવામાં આવયા.પુ.ભગવિનદાસજીબાપુ ને માંડવરુષિનો અવતાર કહેતા. તેમના શિષ્ય પુ ત્રિકમદાસજીબાપુ રામાયણમાં મહાન વિદ્વવાન પુરુષ હતા.તેમણે એક સમયે સાધુના બાળકોને રામાયણ ભણાવવાની પાઠશાળા શરુ કરેલી. નવા સુરજદેવળ એક સમયે રામાયણ ભણાવા માટે એપીસેન્ટર કહેવાતુ.પુ મોરારી બાપુના પૂર્વજો માં પુ. મોરારીબાપુનાં પુ.વિષ્ણુદાસજી બાપુ નવા સુરજદેવળ રહેલા અને પછી રુષિકેશ જઇ સંન્યાસ ગ્રહણ કર્યો તેઓ પુ.વિષ્ણુદેવાનંદગીરીબાપુના નામથી પ્રસિધ્ધ થયાં તે ત્રિકમદાસજીબાપુ પાસે ભણેલા તે પુ . મોરારીબાપુ આજૈ પણ ગર્વથી યાદ કરે છે. પુ. મોરારીબાપુ ત્રિકમદાસજી બાપુ ને રામાયણ સંભળાવી માગ્દર્શન માગતા હતા.
તમામ કાઠીદરબારોએ રોકડ રકમ એકત્ર કરી અને સં.૧૯૮૧ માં પિઠડિયા દરબાર મુળુવાળાના કહેવાથી મંદિર નિર્માણનો પ્રારંભ કરવામાં આવ્યો.
આ પવિત્ર સ્થાને હજારોની સંખ્યામાં કાઠિદરબારો દર્શને આવે છે અને સાડા ત્રણ દિવસના ઉપવાસ કરેછે .ભનુભાઈ ખવડ સેજકપર ના રહેવાસી જણાવી રહ્યા છે. ત્યારે જો ટુરિઝમ વિભાગ ધ્યાન આપે તો સુરેન્દ્રનગર જિલ્લાના ઐતિહાસિક વારસો સમગ્ર દુનિયા જાણી શકે તેમ છે અહીંયા આવેલું મંદિરોનું બાંધકામ પૌરાણિક રીતે મહત્વનું અને ખાસ કરી કલાનું અનેરું નું પ્રતિક છે.. ટૂરિઝમ વિભાગ ધ્યાન દે તો અહીં આવતા યાત્રિકો ના કારણે માડવ વન અને ઠાંગા વિસ્તાર નો વિકાસ થઈ શકે તેમ છે.