તાજેતરમાં પ્રજાપતિ શરાફી સહકારી મંડળીનું ઉદઘાટન કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા હસ્તે સમસ્ત પ્રજાપતિ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતુ આ પ્રસંગે મેયર બીનાબેન આચાર્ય ડે. મેયર અશ્ર્વીનભાઈ મોલીયા, રાજકોટ શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણી, દલસુખભાઈ જાગાણી, ગોવિંદભાઈ પટેલ, ડી.કે. સખીયા, અજયભાઈ પરમાર, મનીષભાઈ રાડીયા, મુરલીભાઈ દવે, મોહનભાઈ વાડોલીયા વગેરે મહાનુભાવો અને પ્રજાપતિ સમાજના નવ ગોળના પ્રમુખઓ મંત્રીઓ અને સભ્યઓ અને અન્ય જ્ઞાતિ અગ્રણીઓ હાજર રહ્યા હતા.
પ્રજાપતિ સમાજના લોકોને પણ સહકારી ક્ષેત્રની એક પોતાની વ્યવસ્થા મળી રહે પોતાના જ લોકો દ્વારા આ વ્યવસ્થા ચાલતી હોય સમાજનો આર્થિક ઉત્થાન અને સમાજના નાનામાં નાના માણસને પણ બચત તરફ વાળી શકાય અને નાનામાંનાના માણસને કપરા સમયમાં આર્થિક રીતે મદદરૂપ થઈ શકાય એવા વિચારથી પ્રેરાયને પ્રજાપતિ શરાફી સહકારી મંડળી લી.ની સ્થાપના કરવામાં આવી અને ઉદઘાટન કરવામાં આવ્યું હતુ આ મંડળીનું કાર્યક્ષેત્ર હાલ રાજકોટજિલ્લા પૂરતું અને ફકત સમસ્ત પ્રજાપતિ સમાજ પૂરતું સીમિત છે. ભવિષ્યમાં સંપૂર્ણ ગુજરાતના પ્રજાપતિ સમાજના ભાઈઓને આ વ્યવસ્થાનો લાભ મળી રહે એવો પ્રયાસ કરવા માટે કાર્યક્ષેત્ર વધારવામા આવશે.