વર્ષ દરમિયાન સંગીત, નાટક અને હાસ્ય દરબાર સહિતના આયોજનો ઘડી કઢાશે: તેજસ્વી તારલાઓનું થશે સન્માન

રાજકોટ શહેરમાં વસતા સમસ્ત પ્રજાપતિ સમાજ માટે આગામી તા.૨૮ મી જૂનથી પ્રજાપતિ ફેમીલી કલબનું શુભ શ‚આત થવા જઈ રહ્યું છે. પ્રજાપતિ સમાજની સંસ્થા યુવા પ્રજાપતિ સોશ્યલ ગ્રુપ દ્વારા આયોજીત આ ફેમીલી કલબમાં પ્રજાપતિ જ્ઞાતિના પરિવારો મેમ્બરશીપ લઈ શકશે તેમજ વર્ષ દરમ્યાન મેમ્બર થનારને અવનવા મ્યુઝીકલ કાર્યક્રમો, નાટકો, હાસ્ય દરબાર, ફેમીલી પિકનીક જેવા કાર્યક્રમો ઉપરાંત પ્રજાપતિ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહીત કાર્યક્રમોનું આયોજન ફેમીલી કલબના બેનર નીચે થનાર છે.

પ્રજાપતિ ફેમીલી કલબના પ્રથમ ચરણ‚પે આગામી તા.૨૮ ના રોજ શહેરના હેમુ ગઢવી નાટયગૃહ ખાતે રાત્રે ૯.૩૦ કલાકે હાસ્ય દરબારનું આયોજન થયેલ છે. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના ખ્યાતનામ હાસ્ય કલાકાર ધી‚ભાઈ સરવૈયા તથા ગૂણવંત ચુડાસમા તેમજ સાજીંદાઓની જુગલબંધી પ્રજાપતિ સમાજને પેટ પકડીને હસાવનાર છે. ઉપરાકેત કાર્યક્રમમાં રાજકોટ શહેરના ખૂબજ જાણીતા આર.ડી. ગ્રુપના પરેશભાઈ પોપટનો ખૂબજ મોટો સાથ સહકાર મળેલ છે. પ્રથમ કાર્યક્રમનો લાભ લેવા તેમજ મેમ્બરશીપ માટે સંસ્થાના યુવા કાર્યકર્તાઓનો સંપર્ક કરવા જણાવાયું છે.

વર્ષ દરમિયાન પારિવારીક કાર્યક્રમો, ગુજરાતી નાટકો, હાસ્ય દરબાર, વિદ્યાર્થીઓ માટેના જ્ઞાનવર્ધક સેમીનારો તેમજ ગુજરાતી તથા હિન્દી ફિલ્મોનાં ગીતોને લઈને મ્યુઝીકલ કાર્યક્રમોનું આયોજન રાજકોટના કલાપ્રેમી પ્રજાપતિ સમાજને માણવા મળશે તેમજ દર ૪૫ દિવસે એક કાર્યક્રમનુંઆયોજન થનાર છે. મનોરંજન ઉપરાતં સમાજના વિદ્યાર્થીઓ માટે સમાજસેવાના ભાગ‚પે પ્રોત્સાહીત કાર્યક્રમોનું પણ પ્લાનીંગ કલબ દ્વારા છે. ઉપરાંત પ્રજાપતિ સમાજની બહેનો માટે લેડીઝ કલબ પણ શ‚કરવામાં આવનાર છે. મનોરંજનના માધ્યમથી સમાજ એકતા અને સંગઠનના આ નવતર પ્રયોગથી સમાજ એક બીજાની નજીક લાવવાના ધ્યેયથી પ્રજાપતિ ફેમીલી કલબનું આયોજન કરવામાં આવેલ છે.

પ્રજાપતિ ફેમીલી કલબના આયોજનને સફળ બનાવવા માટે રાજકોટના પ્રજાપતિ યુવા કાર્યકરો તેમજ મુખ્ય કાર્યકર્તા કમીટી સહિત યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે. જેમાં રવિભાઈ બાવળીયા, નરેશભાઈ ધરોડીયા, બ્રિજેશ નેના, નિલેશ જાંબુડીયા, પુનીત ઘેડીયા, કેતન પાટડીયા, વિપુલ ધોકીયા, વિવેક લાડવા, કેતન જેઠવા, દિલીપ પ્રજાપતિ, સહિતના નવયુવાન કાર્યકરો લોક સંપર્ક કરી રહ્યા છે. પ્રજાપતિ ફેમીલી કલબમાં સેમ્બર થવા તેમજ આગામી આયોજનો વિશે જાણવા માહિતી માટે સંસ્થાની ઓફીસ ૮ સોમનાથ કોમ્પ્લેક્ષ, હોટલ સમ્રાટની સામે, બસ સ્ટેન્ડની પાછળ, રાજકોટ ખાતે સંપર્ક કરવા જણાવાયું છે. તેમજ ટેલીફોનીક સંપર્ક માટે ૯૭૨૬૩ ૧૦૫૯૧ નોંધી લેવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.