આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના મોટા દીકરા અને ધારાસભ્ય તેજપ્રતાપની પૂર્વ મંત્રી ચંદ્રીકા પ્રસાદની દીકરી ઐશ્વર્યા સાથે આજે સગાઈ રાખવામાં આવી છે. ગાંધી મેદાન પાસે આવેલી હોટલ મૌર્યામાં સગાઈ સમારોહમાં બંને પરિવારના સભ્યો સામેલ થશે. બંનેના લગ્ન 12મેના રોજ રાખવામાં આવ્યા છે. નોંધનીય છે કે આજે સગાઈ સમારોહમાં પણ લાલુ પ્રસાદ યાદવ હાજર રહી શકશે નહીં.

1 1524026801


લગ્નની વાત જાહેર થતાં લાલુ પ્રસાદના મોટા દીકરા તેજપ્રતાપે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, મને લગ્નની બહુ ઉતાવળ નહતી. માતા-પિતાની ખુશીમાં જ મારી ખુશી છે. ભગવાનની મરજીથી જ વિવાહ નક્કી થાય છે. તેજપ્રતાપ યાદવના લગ્નમાં જે મહેમાનો હાજર રહેવાના છે તેમનું લિસ્ટ પણ તૈયાર થવા લાગ્યું છે. તેમના લગ્નમાં અંદાજે 5,000 જેટલા મહેમાનોને આમંત્રણ મોકલવામાં આવશે. તેમાં વીઆઈપી ગેસ્ટ લિસ્ટથી લઈને લાલુ પ્રસાદ યાદવના સંબંઘીઓ પણ સામેલ થશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.