આગામી ગુજરાત વિધાનસભાના ભણકારા વાગી રહ્યા છે ત્યારે પાટીદારોનું પ્રભુત્વ ધરાવતી અમરેલી જીલ્લાની બેઠકો કબ્જે કરવા દરેક પક્ષોની હોડ લાગી હોય તેમ તૈયારીઓ શરૂ કરાઇ છે.

તાજેતરમાં શેલણા પધારેલ હાર્દિક પટેલ એન.સી.પી.ના જીલ્લા અઘ્યક્ષ જીવનભાઇ કાલરિયા સાથે ગુપ્ત મીટીંગ બાદ એન.સી.પી.ના પ્રફુલ્લ પટેલની સાવરકુંડલામાં આજે આવ્યા છે.આજે એનસીપીના નેતા માજી ઉદયન મંત્રી પ્રફુલ પટેલની સાવરકુંડલામાં જીલ્લા પ્રમુખ જીવન કાલરિયાના ઘરે આવી પટેલ અગ્રણીઓ સાથે મીટીંગ કરવાની હોવાથી હાલ સાવરકુંડલાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. પ્રદેશ એનસીપીના નેતાઓના બે દિવસથી સાવરકુંડલામાં હોવાથી કોંગ્રેસ પણ હાલ હરકતમાં આવી ગઇ છે જેનુ કારણ પ્રદેશમાંથી આવેલા એનસીપીના નેતા યુસુબ પરમાર ઉદ્યોગપતિ દાનવીર છે અને સાવરકુંડલા તેમજ અમરેલી મુસ્લિમ સમાજ પર સારી પકડ ધરાવતા હોવાથી મુસ્લિમો પણ અહી જીવનભાઇના કાર્યક્રમમાં જીલ્લાભરમાંથી ઉપસ્થિત રહેવાના હોવાથી કોંગ્રેના પેટમાં તેલ રેડાયુ છે. કારણ મુસ્લિમ વોટર અહીં મોટી સંખ્યામાં છે અને લગભગ બધા કોંગ્રેસ તરફી હોવાનું અનુમાન છે જે વોટ બેન્ક ટૂટી જવાની બીકે કોંગ્રેસના નેતાઓમાં ગણગણાટ જુવા મળી રહ્યો છે. તો વળી એનસીપીના અમરેલી જીલ્લા પ્રમુખ જીવનભાઇની તાજેતરમાં હાર્દિક પટેલ સાથે ગુપ્ત બેઠક બાદ અચાનક કુંડલામાં માજી કેન્દ્રીય મંત્રી પ્રફુલ્લ પટેલનું આગમન અનેકો સમીકરણ બદલી શકે છે જેથી હાલ કુંડલાના રાજ માર્ગો પર ઠેર-ઠેર પ્રફુલ પટેલના આગમનના બેનરો લાગતા કોંગ્રેસમાં પણ ગણગણાટ ચાલુ થયો છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.