બીએપીએસના સંત પૂ.ડોકટર સ્વામીએ પ્રતિષ્ઠા કરી આપ્યા આશીર્વચન: સમારોહમાં બહોળી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિત.
ભારતીય સંસ્કૃતિની ભવ્યતા, દિવ્યતા અને ધરોહરની ગંગોત્રી એ મંદિરો દ્વારા આજે વિશ્ર્વભરમાં પ્રસરી રહી છે. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે પોતાના સમગ્ર જીવન દરમ્યાન આ ગંગોત્રીને અસ્ખલિત વહેતી રાખી છે.
આજ પુષ્પમાળામાં રાજકોટવાસીઓને ઈ.સ. ૧૯૯૮માં ભવ્ય શિખરબદ્ધ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની ભેટ મળી છે.
આ વર્ષે રાજકોટમાં મવડી ખાતે ત્રીજા સંસ્કારધામનું નિર્માણકાર્ય મહંતસ્વામી મહારાજના આશીર્વાદી સંપન્ન થઈ ચુકયું છે.
પૂ.પ્રમુખ સ્વામી મહારાજના ૯૮માં જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે તાજેતરમાં મવડી વિસ્તારમાં ભવ્ય મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠિા મહોત્સવ બીએપીએસના વરિષ્ઠ સદગુરુ સંત પૂ.ડોકટર સ્વામીના સાનિધ્યમાં યોજાયો હતો. ગઈકાલે મવડી ખાતેના નૂતન સંસ્કારધામનો પ્રતિષ્ઠાવિધ સંપન્ન થઈ હતી.
બીએપીએસ સંસના વરિષ્ઠ સદ્ગુરુ સંત પૂ.ડોકટર સ્વામી, ગોંડલ અક્ષર મંદિરના મહંત પૂ.ઘનશ્યામ પ્રસાદ સ્વામી, ભાદરા મંદિરના કોઠારી પૂ.ધર્મકુંવર સ્વામી, વડીલ સંત ધર્મચરણ સ્વામી, સંતસ્વપ સ્વામી થતા સૌરાષ્ટ્રમાંથી પધારેલ ૨૫થી અધિક સંતોની ઉપસ્થિત અક્ષર પુરુષશેત્તમ મહારાજ, ગુરુપરંપરા, રાધાકૃષ્ણ દેવ, હનુમાનજી થતા ગણપતિજીની મૂર્તિમાં વૈદિક મંત્રોચ્ચાર દ્વારા પ્રાણ પુરવામાં આવ્યા હતા. ત્યારબાદ ભગવાન સમક્ષ અન્નકૂટ ધરવામાં આવ્યો થતા ઉપસ્તિ તમામ હરિભક્તો દ્વારા મહાઆરતી ઉતારવામાં આવી. ડો.સ્વામીએ આ પ્રસંગે સર્વે રાજકોટવાસીને આશીર્વચન આપ્યા હતા.
આ પ્રસંગે પ્રતિષ્ઠા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. બીએપીએસ સંસ દ્વારા બનાવવામાં આવેલા આ સંસ્કારધામમાં અનેક સમાજ ઉપયોગી પ્રવૃતિઓ થશે. અહીં બાળકોમાં સંસ્કારોનું સિંચન કરતી બાળસભાઓ, પારિવારિક શાંતિ અને કૌટુંબિક મુલ્યોની રક્ષણ કરતી સત્સંગ સભાઓ, મહિલાઓનો સ્વવિકાસને પોષતી યુવતી-મહિલા સભાઓ દ્વારા સમાજમાં નૈતિક મુલ્યોનું સિંચન કરવાના પ્રયત્નો કરવામાં આવશે. આ ઉપરાંત વ્યસન મુક્તિ, સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, મહિલા ઉત્કર્ષ વગેરે જેવા સમાજને ઉજાગર કરવાના કાર્યો થશે.
મવડી સંસ્કારધામમાં નિત્ય ભગવાનનાં દર્શન સવારે ૭:૩૦ થી ૧૨ અને સાંજે ૪ ક્ષ ૯ વાગ્યા સુધી થાંશે જેમાં સવારે ૭:૩૦ વાગ્યે શણગાર આરતી તેમજ સાંજે ૭:૩૦ વાગ્યે સંધ્યા આરતીનો લાભ મળશે. યુવાનોના શિક્ષણ અને લક્ષણયુક્ત જીવન ઘડતર માટે દર ગુરૂવારે રાત્રે ૯ થી ૧૦:૩૦ સુધી યુવક સભાનો લાભ મળશે, પરિવારમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિની વૃદ્ધી થાય તે માટે દર બુધવારે રાત્રે ૯ થી ૧૦:૩૦ સત્સંગ સભાનો લાભ મળશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com