બેટરી ઓપરેટેડ વાહનો મહાપાલિકાને પડે છે મોંઘા: હવે પ્રદુષણની પરવાહ કર્યા વિના સીએનજી કાર ચલાવવાનો નિર્ણય
અઢળક કુદરતી સૌંદર્યના સાનિધ્યમાં શહેરના લાલપરી રાદરડા તળાવના કાંઠે મહાપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રધ્યુમન પાર્ક ઝુની નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં અગાઉ એવું બહાનુ આપી કરોડોના ખર્ચે ૮ બેટરી ઓપરેટેડ વાહનોની ખરીદી કરવામાં આવી હતી કે ઝુમાં પ્રદુષણ ન ફેલાય તેવો મહાપાલિકાનો હેતુ છે. જો કે હવે આ વાહનો મહાપાલિકાને મોંઘા પડતા હોય પ્રદુષણની પરવાહ કર્યા વિના પ્રધ્યુમન પાર્કમાં બે મા‚તી જીપ્સી કાર દોડાવવામાં આવશે.
આ અંગે પ્રાપ્ત તી વધુ વિગત મુજબ પ્રધ્યુમન પાર્ક પ્રાણી ઉદ્યાન ખાતે આવતા મુલાકાતીઓ માટે બે નંગ સીએનજી ઓપરેટેડ મા‚તી જીપ્સી ખરીદવા માટે ‚ા.૧૬.૩૬ લાખનો ખર્ચ મંજૂર કરવા માટે સ્ટેન્ડિંગ સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. હાલ ઝુમાં ૮ બેટરી ઓપરેટેડ વાહનો ચલાવવામાં આવી રહ્યાં છે. જેની મેન્ટેનન્સ અને ઓપરેશન મહાપાલિકાને ખુબજ મોંઘુ પડે છે. આ વાહનો માટે બેટરી પણ વિદેશી મંગાવવામાં આવે છે. જેના કારણે જયારે બેટરી બંધ પડે ત્યારે કેટલાક દિવસો સુધી વાહનો પણ બંધ પડે છે. હવે ઝુમાં સહેલાણીઓની સુવિધા માટે મા‚તી જીપ્સી દોડાવવામાં આવશે.