- રૂફટોપ સોલારની જાહેરાતથી સોલર સ્થાપનને વેગ મળશે:વેપારીઓ
- સબસીડીમાં ફેરફાર:૧ થી ૩ કિલો વોલ્ટ દીઠ રૂ.૧૮ હજાર 3 કિલો વોલ્ટથી ઉપર રૂ.૯ હજાર
- ગુજરાતમાં પીજીવીસીએલનો 3,19,000 રૂફટોપ સોલાર સ્થાપન કરવાનો ટાર્ગેટ
ભારતમાં સોલાર રૂફટોપ સ્થાપન કરવામાં ગુજરાત પ્રથમ સ્થાને છે. તાજેતરમાં જો બજેટમાં એક કરોડ પરિવારને સોલાર પૂરું પાડવાની સરકારની મોટી જાહેરાત કરવામાં આવી છે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના થકી દેશના ૧ કરોડ પરિવારના ઘર પર રૂફટોપ સોલાર સ્થાપિત થશે.ત્યારે આ જાહેરાતથી સોલાર સાથે સંકળાયેલા હોય વેપારીઓમાં આનંદો જોવા મળ્યો હતો.સોલાર સેક્ટરમાં ઉજળી તક જોવા મળે છે સોલાર સ્થાપિત કરવા માટેની માંગ વધી રહી છે. રૂફટોપ સોલારમાં સબસીડીના ફેરફાર સોલા સ્થાપિત કરવા માટેનું મહત્વનું પાસું બન્યું છે.
1 થી 3 કિલો વોલ્ટ દીઠમાં પહેલાં 14000 સબસીડી મળવા પાત્ર રહેતી હતી.તેમજ ત્રણથી ઉપર કિલો વોલ્ટમાં 20 ટકા સબસીડી મળવા પાત્ર રહેતી હતી. ત્યારે ગ્રાહકને હવે 1 થી 3 કિલો વોલ્ટ દીઠ 18000 રૂપિયા સબસીડી તેમજ 3 કિલો વોલ્ટ ઉપર રૂપિયા 9000 સબસીડી મળવા પાત્ર રહેશે.૧ કરોડ રૂફટોપ સોલાર સ્થાપન કરવાના લક્ષ્યાંકને સુપેરે પાર કરવા લોકજાગ્રતા જરૂરી.
ગુજરાતમાં ઉર્જા વિભાગએ 3000 મેગા વોલ્ટની સિસ્ટમ સોલાર રૂફટોપ સ્થાપિત કરી છે.પીજીવીસીએલને 3,19,000 રૂફટોપ સોલાર સ્થાપન કરવાનો ટાર્ગેટ આવામાં આવ્યો છે.રૂલર અને અર્બન ક્ષેત્રમાં જાગૃતતાના કાર્યક્રમોની હારમાળા સરજવામાં આવશે.પીજીવીસીએલ દ્વારા સોલાર સિસ્ટમ સ્થાપન કરવા માટે વધુ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સૂર્યોદય યોજનાથી સોલાર સેક્ટરના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓની ઉજળી તક મળી રહે છે.સાથોસાથ રોજગારીની પણ તક વધશે.સોલાર યોજના ક્લાઈમેટ ચેન્જમાં ઘટાડો કરવા માટેનું મહત્વનું પાસું બનશે.સૂર્યોદય યોજના નેશનલ સોલાર સ્કીમ પરનો સંપૂર્ણ ચિતાર સોલાર સેક્ટરના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ સાથે ખાસ વાતચીત કરી અબતક દ્વારા રજૂ કરાયો છે.
રૂલર અને અર્બન ક્ષેત્રમાં જાગૃતતાના કાર્યક્રમો યોજાશે:આર.જે વાળા
રાજકોટ પીજીવીસીએલના ચીફ ઇનજીનીયર પ્રોજેક્ટ આર.જે વાળાએ જણાવ્યું કે,ભારતમાં સોલાર રૂફટોપ સ્થાપન કરવામાં ગુજરાત પ્રથમ સ્થાને ઉર્જા વિભાગ 3000 મેગા વોર્ડની સોલાર રૂફટોપ સ્થાપિત કરી ચૂકી છે.પીજીવીસીએલને 3,19,000 રૂફટોપ સોલાર સ્થાપન કરવાનો ટાર્ગેટ છે.રૂલર અને અર્બન ક્ષેત્રમાં જાગૃતતાના કાર્યક્રમો ની હારમાળા સરજવામાં આવશે સોલાર સિસ્ટમ સ્થાપન કરવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છેરાજકોટ સીટીને સોલાર સિટી બનાવવા આગે કુછ કરવામાં આવી રહી છે.રાજકોટ સિટીમાં એક લાખ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવાનો ટાર્ગેટ છે.
સૂર્યોદય યોજના ગ્રાહકો માટે લાભદાય:દર્શન બકતરીયા
ઇન્ફીનિટી સોલારના દર્શન બકતરીયા એ જણાવ્યું કે,સૂર્યોદય યોજના ગ્રાહકો માટે લાભદાય રેસિડેન્ટલ સેક્ટરની ખૂબ મોટી યોજના સોલાર ઇન્ડસ્ટ્રી માટે યોજના ઉજળી તક છે લોકોને સોલારના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓને સારો વ્યવસાય મળશે સાથે રોજગારીની પણ મોટી તક મળી રહેશે સોલાર પેનલના ઉત્પાદકોને પણ લાભ થશે પ્રોડક્શનમાં વધારો થશે સોલાર સેક્ટરને ઘણો ફાયદો થયો છે. સબસીડી રોકાણ નીકળી ગયું છે ગ્રાહક ના ખાતામાં સીધી સબસીડી મળશે યુનિટ ટુ યુનિટ નું કનજેકશન બાદ મળી રહેશે.
નવા લોકોને જે સોલાર વીમા જોડાવા માંગે છે તેના માટે પણ મોટા ફાયદાઓ છે.
સોલાર સેક્ટરમાં રોજગારી વધશે:આશુતોષભાઈ મકાતી
સોલ સ્કિન સોલરના આશુતોષભાઈ મકાતીએ જણાવ્યું કે,સરકારની યોજનાથી સોલાર સેક્ટરમાં રોજગારી ની તકો વધશે સબસીડીના ફેરફારથી ગ્રાહકોને ખૂબ ફાયદો થયો છે
સરકારને પાવર ઉત્પાદન કરવા કોલસા તથા ન્યુ વીજળી ઉત્પાદન કરે છે જે ક્લાયમેટ ને અસર કરતું હોય છે ઘણી વખત ત્યારે સોલારના સોલાર પ્લાન્ટ ના ઉપયોગથી પ્રદૂષણ ઘટશે રીન્યુએબલ એનર્જીના વેગ મળશે જે વ્યક્તિને સોલાર પ્લાન્ટ ઘર પર સ્થાપિત કરવું છે.તેને લોન પણ સરળતાથી મળી રહે છે.
સોલાર રૂફટોપ વીજળી બચતનો મોટો ફાયદો:કૌશલભાઈ ધામી
ઇ ઇ ઇલેક્ટ્રીક સોલારના કૌશલભાઈ ધામીએ જણાવ્યું કે ગ્રાહક માટે વીજળી બચત નો મોટો ફાયદો સોલાર રુપટોપ યોજના બનશે.જે ગ્રાહકને 2500 થી 3,000 નું બિલ આવે છે.તેમને 3.3 કિલો વોલ્ટની સિસ્ટમ સ્થાપિત કરવી જોઈએ.
સોલાર પેનલ ની લેટેસ્ટ ટેકનોલોજી થી ઓછી જગ્યા પર ખૂબ વધુ ઉત્પાદન પૂરું પાડી રહી છે. ગ્રાહકોની માટે હંમેશા સર્વિસ મહત્વનું પાસું છે.