પીએમ મીત્ર પાર્ક 5ર વિઝનથી પ્રેરિત: ફાર્મથી ફાઇબર, ફેકટરીથી ફેશન અને ત્યારબાદ ફોરેન
ટેક્સટાઇલ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે 4445 કરોડ રૂપિયાની પીએમ મિત્ર મેગા ટેક્સટાઇલ પાર્ક યોજનાને મંજૂરી આપી છે, જે હેઠળ ગુજરાત સહિત સાત રાજ્યોમાં આ ટેક્સટાઇલ પાર્ક સ્થાપવામાં આવશે.નવસારી શહેરને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહત્વની જાહેરાત કરી છે. જેમાં સુરત નજીક પીએમ મિત્ર ટેક્સટાઇલ પાર્ક સ્થાપવામાં આવશે. નવસારીના ઉભરાટના વાસી બોરસી ખાતે આ પાર્કનું નિર્માણ કરવા અંગેની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ મામલે બે વર્ષ પહેલા બજેટમાં જાહેરાત કરી દેવામાં આવી હતી. જેના ભાગરૂપે હવે કામગીરીના દ્વાર ખુંલ્યાં છે.
ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે એક ખુશીના સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે ગુજરાત સહિત સાત રાજ્યોમાં પીએમ મિત્ર મેગા ટેક્સટાઇલ પાર્ક સ્થાપવાની મંજૂરી આપી છે. આ યોજનાથી હવે વિદેશોમાં ભારતના વસ્ત્રો અને ફેબ્રિકનો ડંકો વાગશે. ટેક્સટાઇલ પાર્કની સ્થાપનાથી કાપડ ઉદ્યોગ ક્ષેત્રે કરોડો રૂપિયાનું નવું મૂડીરોકાણ થવાની સાથે સાથે મોટા પ્રમાણમાં નવી રોજગારીનું પણ સર્જન થશે.
કેન્દ્ર સરકારે ભારતના ટેક્સટાઇલ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે 7 રાજ્યોમાં પીએમ મિત્ર મેગા ટેક્સટાઇલ પાર્ક સ્થાપવા મંજૂરી આપી છે. પીએમ મિત્રા મેગા ટેક્સટાઈલ પાર્ક ગુજરાત, તમિલનાડુ, તેલંગાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, એમપી અને ઉત્તરપ્રદેશમાં સ્થાપવામાં આવશે. આ ક્ષેત્રમાં લાખો લોકોને રોજગારી પણ મળશે અને પ્રગતિના નવા રસ્તા ખુલશે.
રાજ્ય સરકારો ઓછામાં ઓછી 1000 એકર જમીનનું સંલગ્ન અને બોજમુક્ત જમીન પ્રદાન કરશે અને તમામ ઉપયોગિતાઓની જોગવાઈ, વિશ્વસનીય વીજ પુરવઠો અને પાણીની ઉપલબ્ધતા અને વેસ્ટ વોટર ડિસ્પોઝલ સિસ્ટમ, એક અસરકારક સિંગલ વિન્ડો ક્લિયરન્સ તેમજ અનુકૂળ. સ્થિર ઔદ્યોગિક/ટેક્ષટાઇલ નીતિ આપશે. ટેકસટાઇલ પાર્ક ઉદ્યોગ માટે ઉત્તમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પ્લગ અને પ્લે સુવિધાઓ તેમજ તાલીમ અને સંશોધન સુવિધાઓ પ્રદાન કરશે.પ્રધાનમંત્રી મિત્ર પાર્ક એક અનોખા મોડલનું પ્રતિનિધિત્વ કરે છે જ્યાં કેન્દ્ર અને રાજ્ય સરકારો રોકાણ વધારવા, નવીનતાને પ્રોત્સાહન આપવા, રોજગારીની તકો ઊભી કરવા અને આખરે ભારતને કાપડ ઉત્પાદન અને નિકાસ માટે વૈશ્વિક હબ બનાવવા માટે સાથે મળીને કામ કરશે. લગભગ 70 હજાર કરોડનું આ પાર્ક્સ દ્વારા રોકાણ અને 20 લાખ રોજગાર સર્જનની કલ્પના કરવામાં આવી છે.
સમગ્ર ગુજરાતમાંથી એકમાત્ર પાર્ક માટે રસ દાખવ્યો હતો. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા પ્રથમ તબક્કે 600 કરોડની ફાળવણી કરવામાં આવશે. જ્યા પડતર જમીન પર પીએમ મિત્રા ટેક્સટાઇલ પાર્ક ઉભો કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વાસી બોરસી નવસારી જિલ્લાના ઉભરાટ નજીક દરિયા કિનારે આવેલું ગામ હોવાથી અહીંયા ખૂબ મોટી સરકારી જગ્યા પડતર તરીકે પડી છે. જેમાં પાર્ક ઉભો કરી જગ્યામા ચેતનવંતા પ્રાણ પૂરવામાં આવશે. આ અંગે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને પાર્કની જાહેરાત કરી છે. અત્રે નોંધનીય છે કે ગુજરાત ઉપરાંત દેશના અન્ય છ રાજ્યોમાં પણ આ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે.