પર્યુષણમાં દિલને- રંગવુ એટલે કે તપ, ત્યાગ, દાન, પુણ્ય કરી આત્માને પુણ્યશાળી બનાવવો
અબતક, રાજકોટ
પર્વાધિરાજ પર્યુષણના ત્રીજા દિવસે પ્રવચન ધારા ‘જ્ઞાન દિપ પ્રગટાવો’ વિષય હેઠળ પૂ. ગુરુદેવ ધીરજમુનિ મહારાજ સાહેબ જણાવે છે કે વર્ષમાં તહેવાર અનેક આવે પરંતુ પર્વ એક જ વાર આવે છે. દિવાલને રંગવાનું પર્વ એટલે દિવાળી અને દિલને રંગવાનું પર્વ એટલે પર્યુષણ , પર્યુષણમાં દિલને- રંગવુ એટલે કે તપ, ત્યાગ, દાન, પુણ્ય કરી આત્માને પુણ્યશાળી બનાવવો.
સીતારે હજાર હોતે હૈ ચાંદ જૈસા કોઇ નહિ, પર્વ બાર બાર આતે હૈ પર્યુષણ જૈસા કોઇ નહિ, પર્યુષણ પર્વ આવતા જ જૈનોના હૈયે હૈયામાં ભકિતનો માહોલ છવાય છે. દરેક જૈન પોતાના ધંધા, વેપારી, દુકાન બંધ રાખીને પણ આનંદ ઉમંગથી પર્યુષણ પર્વ ઉજવે છે. પર્યુષણ પર્વમાં અહિંસાનો દિપ પ્રગટાવો જોઇએ તેમ પૂ. ધીર ગુરૂદેવ જણાવે છે વધુમાં જણાવે છે કે ઘરમાં સારા પુસ્તકો વસાવા જોઇએ. લાયબ્રેરી બનાવવી જોઇએ, સમાજ જીવનમાં ખાલી જ્ઞાન કામ નથી આવતું પણ જ્ઞાનની સાથે ડહાપણ પણ કરવી જોઇએ.
જ્ઞાનની દરેકે દરેક જગ્યાએ જરુર પડશે માટે જ દાન માટે પૈસા વાપરવામાં કયારેય લોભ કરવો નહિ.પર્યુષણ પર્વ દરમ્યાન જ્ઞાનબોધ આપતા પૂ. ધીરજમૂનિ મ.સા. જણાવે છેકે પર્યુષણ પર્વ જગતના જીવોને પૈગામ આપે છે કે ‘માનવજીવનમાં સત્યનો સ્વીકાર કરતા શીખો. સત્ય સુગર કોટેડહોતુ નથી. સત્ય હંમેશાં સત્ય જ રહે છે. જો કે દંભનો દશકો હોય, પણ સત્યની શતાબ્દીઓ હોય છે. જીવનમાં સત્યનું આચરણ અતિ જરૂરી છે.’પાપીનો નહિ પાપનો ધિકકાર કરવાનો છે. કોઈ પણ વ્યકિતની ભૂલ થાય તો વ્યકિતનો તિરસ્કાર કરશો નહિ. માણસ માત્ર ભૂલને પાત્ર તેમ સમજીને પડી જાય તેને બેઠો કરવામાં નિમિત્ત બનજો.
સદ્ગુણોનો આવકાર કરતા રહો. અવગુણને જોવાને બદલે સદગુણ જોતા શીખી જવું જરી છે. અવગુણ શોધનારને અશાંતિ અને સદ્ગૂણ જોનારને શાંતિ મળશે. ડગલેને પગલે આવતી સમસ્યાઓનું સાચુ કારણ આપણી ખરાબ ગ્રહદશા નથી. પરંતુ ખોટી આગ્રહદશા છે.શુધ્ધ વ્યવહાર એ અતિ-અતિ આવશ્યક છે. આજના કાળે માનવીનું ધાર્યું પરિણામ ન આવે તો બીજા સાથે અશુધ્ધ વ્યવહાર કરવા લાગે છે. પરંતુ આવા સમયમાં જયાં જીવો છો તેની ચિંતા કરવાને બદલે જયાં જવાના છો તેની ચિંતા કરો.
તમે કયાં બેઠા છો તે મહત્વનું નથી. અગત્યનું એ છે કે તમારામાં કોણ બેઠું છે. સમાજ સુધારક બનતા પહેલા સ્વભાવ સુધારક બનવું જરૂરી છે.ઘણા લોકો જયાં જાય ત્યાં આનંદ, આનંદ અને ઘણા જયાંથી જાય ત્યાં આનંદ, હવે વિચારી લેજો કેવું જીવન જીવવું છે.શુધ્ધ વ્યવહારથી આગળ વધીને શુધ્ધાત્મા સ્વરૂપ સુધી પહોચી જવાશે તો પર્યુષણ સફળ બન્યા વિના રહેશે નહિ.
જીવંત પ્રસારણ જોવા માટે…
‘અબતક’નું જીવંત પ્રસારણ ઇન કેબલ નં. ૫૬૧
ડેન નંબર ૫૬૭
સેવન સ્ટાર (મુંબઇ) ૫૪૦
રીયલ જીટીપીએલ ૩૫૦
ફેસબુક અને યુટયુબ પર પણ જીવંત પ્રસારણ જોઇ શકાશે
પૂ.ધીરગુરૂદેવની પ્રવચન ધારાનું લક્ષ્ય ચેનલ પર વિશેષ પ્રસારણ
પર્યુષણ પર્વના પાવન દિવસો દરમ્યાન લક્ષ્ય ચેનલ પર પૂ.ધીરગુરૂદેવના શુભંક્ર સાંનિધ્યે પ્રવચન ધારા
તા. ૪-૯-૨૦૨૧ થી
તા. ૧૧-૯-૨૦૨૧ દરમ્યાન વિશેષ પ્રસારણ દરરોજ સાંજે ૬:૦૦ થી ૭:૩૦ કલાક સુધી નિહાળી શકાશે.