સ્વામી વિવેકાનંદ જન્મ જયંતીની ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં આદરપૂર્વક ઉજવણી કરીને એ મહા માનવ ને યાદ કરવામાં આવી રહ્યા છે,માનવ ધર્મની સાથે સાથે સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિની અસ્મિતા આધુનિક વિશ્વ ને ગૌરવ રૂપ રીતે સમજાવવામાં સ્વામી વિવેકાનંદનું યોગદાન દેવદૂત થી જરા પણ કમ નથી, સ્વામી વિવેકાનંદ ના જન્મદિવસની દેશમાં યુવાદિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે ,
ભારત જ નહીં સમગ્ર વિશ્વમાં સ્વામી વિવેકાનંદજી એક આદર્શ મહામાનવ તરીકે આદરપાત્ર બન્યા છે ,ત્યારે જે દેશને વિશ્વની સૌથી મોટી લોકશાહી નું માન મળ્યું હોય અને દેશની જન સંખ્યા નો મોટો હિસ્સો યુવા વર્ગ નો હોય ત્યારે આપણા ભારત દેશ માટે સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી ની ઉજવણી નું મહત્વ અનન્ય હોય તેમાં બે મત નથી..
ભારત જ નહીં સમગ્ર વિશ્વમાં યુવા ચેતના ની શક્તિ થી માનવ જાતને ઉજાગર કરનાર એ મહામાનવને તેમની જન્મ જયતી એ માત્ર ’યુવા દિવસ’ની ઉજવણી પૂરતી સીમિત રાખવી ન જોઈએ, સ્વામી વિવેકાનંદે સમગ્ર દુનિયાને સંસ્કાર સંચિત સયમી અને શક્તિના સ્ત્રોત તરીકે યુવાનોની શક્તિ નો પરિચય આપ્યો છે, ત્યારે ભારતમાં અને વિશ્વમાં જ્યાં પણ ભારતીય વસતા હોય ત્યાં સ્વામી વિવેકાનંદજીને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના સંસ્કારોનું જીવનમાં આરોપણ કરી સંસ્કાર સભર યુવા જનશક્તિ ની ચેતના જગાવવામાં નિમિત બનીને એ મહામાનવને સાચી શ્રદ્ધાંજલિ આપવી જોઈએ, સ્વામી વિવેકાનંદને ભારત જ નહીં સમગ્ર વિશ્વ ની માનવ જાત શક્તિના સ્ત્રોતને બુદ્ધિ પ્રતિભા ની સાથે સાથે સંસ્કૃતિના ધોતક મહામાનવ તરીકે યાદ કરી રહ્યા છે
ત્યારે તેમની જન્મજય દરેક વ્યક્તિએ તેમના સંસ્કારો નું પાલન કરવાનું સંકલ્પ લેવો જોઈએ 21મી સદીના ભારતમાં વૈશ્વિક નેતૃત્વની શક્તિ છે જ આપણે સ્વામી વિવેકાનંદ ના આદર્શોનું સંસ્કાર સિંચન કરીને યુવાનોને ભારતના વિકાસમાં ગ્રોથ એન્જિન બનાવવા હશે તો સ્વામી વિવેકાનંદ ની પ્રેરણામૂર્તિ ને જીવન સન્મુખ રાખીને આગળ વધવું પડશે.