૨૪ ઉમેદવારોએ ૧૦૦ મીટર સ્વીમીંગ કર્યુ, રેસ્કયુ અને ફાયરના સાધનોની ઓળખ આપી અને લેડર ચડ્યા

રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ શાખામાં ખાલી પડેલી ૧૬ લીડીંગ ફાયરમેનની જગ્યા ઈનહાઉસ ભરવા માટે આજે ૨૪ ઉમેદવારોની પ્રેક્ટિકલ ટેસ્ટ લેવામાં આવી હતી. મેરીટના આધારે ૨૪માંથી ૧૬ ઉમેદવારોની લીડીંગ ફાયરમેન તરીકે નિમણૂંક કરવામાં આવશે.

કોર્પોરેશનની ફાયર બ્રિગેડ શાખામાં ૫ વર્ષથી ફાયરમેન તરીકે ફરજ અદા કરનાર ૨૪ ઉમેદવારો લીડીંગ ફાયરમેનની જગ્યા માટેની લાયકાત ધરાવે છે. લીડીંગ ફાયરમેન માટે આજે સવારથી પ્રેક્ટિકલ ટેસ્ટ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં સૌપ્રથમ ઉમેદવારો પાસે ૧૦૦ મીટર સ્વીમીંગ કરાવવામાં આવ્યું હતું. જે ઉમેદવાર સૌથી ઓછા સમયમાં ૧૦૦ મીટરનું સ્વીમીંગ પતાવે તેને મેરીટમાં અગ્રક્રમ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ફાયર અને રેસ્કયુના સાધનો રાખવામાં આવ્યા હતા અને ઉમેદવારે ક્યું સાધન ક્યારે વપરાય તેની ઉપયોગીતા શું તે અંગે પણ પરીક્ષા આપવાની હતી. જ્યારે ત્રીજી ટેસ્ટમાં ઉમેદવારે લેડર ચડી અને ઉતરવાનું હતું. આ ત્રણેય એકઝામમાં મેરીટના આધારે અગ્રક્રમ આપ્યા બાદ ૨૪ માંથી ૧૬ ફાયરમેનની લીડીંગ ફાયરમેન તરીકે બઢતી આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.