પર્વાધિરાજ પર્યુષણ પર્વે શહેરના વિવિધ દેરાસરોમાં જૈન સમુદાય દ્વારા પ્રભુજીને ભવ્યાતિભવ્ય અને લાખેણી અંગરચના કરવામાં આવી રહી છે. દરેક જીવાત્મા માટે આ આઠ દિવસ આત્માની પરીક્ષાના દિવસો સમાન તેમજ અત્યંત મહત્વપૂર્ણ છે. શહેરના શ્રમજીવી કાચના જિનાલયે તેમજ શંખેશ્ર્વર પાર્શ્વનાથ જૈન મંદિર ઉપરાંત દરેક દેરાસરોમાં ભવ્ય અંગરચના નિહાળી જૈનો મંત્રમુગ્ધ બની રહ્યા છે. વર્ષ દરમ્યાન જાણતા અજાણતા જે કર્મો થઈ ગયા હોય તેને યાદ કરી પાવન ઉપકારી પૂ. સંત સતિજીઓ,ગુરૂભગવંતો પાસે પોતાના આત્માની સાક્ષીએ પ્રાર્યશ્ર્ચીત કરી તપ,જપ, ત્યાગ કરી આરાધના કરી રહ્યા છે. પ્રભુજીને લાખેણી અંગરચના કરાઈ છે. તો દેરાસરોને પણ ભવ્યાતિભવ્ય સુશોભીત કરાયા છે.
શ્રમજીવી કાચના જિનાલય અને શંખેશ્વર પાર્શ્વનાથ જૈન મંદિરે પ્રભુજીને ભવ્ય આંગી
Previous Article‘ફીટ ઈન્ડિયા મુવમેન્ટ’ અને ઈન્ટર ડિસ્ટ્રીકટ હોકી લીગનો શુભારંભ
Next Article રમત-ગમત જોડે જીવન