પાવનકારી પર્વાધિરાજ પર્યુષણ પર્વનો પ્રારંભ થયો છે. ત્યારે જૈન સમુદાય આત્માના કલ્યાણ અર્થે જપ-તપ અને સ્વાધ્યાય કરી રહ્યા છે. દરેક જીવાત્મા માટે આ આઠ દિવસ આત્માની પરીક્ષાનાં દિવસો સમાન છે. વર્ષ દરમ્યાન જાણતા અજાણતા જે કર્મો બંધાઈ ગયા હોય તેને યાદ કરી ઉપકારી પૂ. સંત સતિજીઓ, ગૂરૂ ભગવંતો પાસે પોતાના આત્માની સાક્ષીએ પ્રાયશ્ર્ચિત કરી તપ-ત્યાગ કરી કર્મો ખપાવવાના આ શ્રેષ્ઠ દિવસો છે. પર્યુષણ પર્વને જૈનો પર્વનો રાજા ગણે છે. ત્યારે પર્વાધિરાજ પર્યુષણમાં શહેરનાં જુદાજુદા દેરાસરોમાં પ્રભુજીને વિવિધ નયનરમ્ય આંગી રચના કરવામાં આવી છે. દેરાસરોને સુશોભિત કરાયા છે. ભાવિકો આ લાખેણી નયનરમ્ય રચના, શરગાર નિહાળી ધન્યતા અનુભવી રહ્યા છે.
Trending
- ડીએચ કોલેજમાં રવિવારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ
- છગનલાલ શામજી વિરાણી બહેરા-મૂંગા શાળાનું રવિવારે ઉદ્ઘાટન
- અરવલ્લી: બાયડ તાલુકા પંચાયત ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ
- બાબરા: ઉપલેટા-ભાવનગર રૂટની બસ સેવા પુન: શરૂ કરવા વિદ્યાર્થીઓની માંગણી
- વેરાવળ: ST ડેપો ખાતે નેશનલ રોડ સેફ્ટી માસની ઉજવણી કરાઈ
- Mercedes એ તેની ઇલેક્ટ્રિક Mercedes-Benz G 580 કરી લોન્ચ…
- Mercedes-Benz EQS 450 SUV ભારતમાં લોન્ચ, જાણો ફીચર્સ અને કિંમત…
- ‘કરૂણા અભિયાન : ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર માટે સરકારની કરૂણાસભર પહેલ