પૂજય જગાબાપુના ઉત્તરાધિકારી ભાવેશબાપુના જન્મદિન નિમિતે અનેકવિધ કાર્યક્રમો: સીતારામ પરિવારનું આયોજન

‘સંત બડો પરમારથી’ જેવી ઉક્તિ જેમણે સંપૂર્ણપણે સાર્થક કરી એવા પરમ સંત પૂજય જગાબાપાના ઉતરાધીપતિ પૂજય ભાવેશબાપુનો અવતરણ દિન તા.૨૯ નવેમ્બરને બુધવારે પાટડી ઉદાસી આશ્રમ ખાતે ઉજવાનાર છે. જે નિમિતે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે.

સંત શિરોમણી બ્રહ્મલીન જગાબાપુ (પાટડી)ના સમાધી સ્થળના સાંનિધ્યમાં તેમના પુત્ર અને વર્તમાન ગાદીપતિ પૂજય ભાવેશ બાપુનો અવતરણ દિન ૨૯ નવેમ્બરને બુધવારના રોજ ઉદાસી આશ્રમ પાટડી ખાતે સેવકોની ઉપસ્થિતિમાં ઉજવાનાર છે. આ નિમિતે પૂજન-અર્ચન, સાંજે મહાપ્રસાદ સહિત ધાર્મિક કાર્યક્રમો અને રાત્રીના સંતવાણી (ડાયરો) યોજાશે.

સંતવાણીના કાર્યક્રમમાં મેરુભાઈ રબારી (મોજીલો માલધારી), જયમંત દવે (ભજનીક), રૂષભ આહિર (મોજી રમકડુ), દડુભા (આશ્રમના કવિરાજ), હરી ગઢવી (ભજનીક), શિવરાજ ગઢવી (ભજનીક), શકિતદાન ગઢવી (ભજનીક), સુરજપાલ સોલંકી (ગઝલ), વાલજીભાઈ રબારી (સાહિત્યકાર) અને રમેશદાન ગઢવી સંચાલન દ્વારા પોતાનો ભાવ વ્યકત કરશે. તેમની સાથે સાંજીદાઓમાં હરેશભાઈ (બેન્ઝો માસ્ટર), મુન્ના મહારાજ (તબલચી), જયસુખ સાધુ (તબલચી), વાઘુભા ઝાલા (મંજીરાના માણીગર) સંગત કરશે.

સમગ્ર સીતારામ પરીવાર પાટડી ઉદાસી આશ્રમ દ્વારા આ કાર્યક્રમોનું આયોજન થયું છે જેનો લાભ લેવા ભાવિકોને અપીલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.