દાદરાનગર હવેલીમાં અધિકારશાહીના પ્રભુત્વથી લોકતંત્ર જોખમી પરિસ્થિતિમાં જન્મ પ્રતિનિધિઓનો અવાજ દબાવી દેવાતો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

દાદરા નગર હવેલી કોંગ્રેસના નેતા પ્રભુભાઈ ટોકિયાએ કેન્દ્રશાસિત પ્રદેશના બંનેસાંસદો ત્રણેજિલ્લા પંચાયતના પ્રમુખ; ત્રણેય નગરપાલિકાના પ્રમુખ અને તમામ રાજકીય પક્ષોના નેતાઓને એક સાથે એક મંચ  પર આવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ દાદરા નગર હવેલી, દમણ અને દીવ માટે લઘુ વિધાનસભા ગ્રહની માંગ કરવા આહવાન કર્યું છે, પ્રભુભાઈ ટોક્યા એ એક અખબાર જોગ નિવેદનમાં આક્ષેપ કરી જણાવ્યું હતું કે દાદરા નગર હવેલી દમણ દીવમાં અધિકારીશાહી નું પ્રભુત્વ વધી ગયું છે, આ પરિસ્થિતિમાં કેન્દ્રશાસિત પ્રદેશ માટે લઘુ વિધાનસભા જરૂરી બની જાય છે.

દાદરા નગર હવેલી અને દમણ દીવ ના બંને સાંસદો જિલ્લા પંચાયતના પ્રમુખો નગરપાલિકાના પ્રમુખો અને  તમામ રાજકીય પક્ષો એ સાથે મળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ દાદરા નગર હવેલી માટે લઘુ વિધાનસભા ગૃહ ની માંગણી કરવી જોઈએ, તેમણે જણાવ્યું હતું કે 2014માં તત્કાલીન કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી દમણ અને દીવ માટે લઘુ વિધાનસભા ગૃહ ની રચના માટે સકારાત્મક અભિગમ અપનાવ્યું હતું, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તત્કાલીન પ્રશાસક સાથે ચર્ચા કરીને લઘુ વિધાનસભા માટે અભિપ્રાય ના રૂપમાં જવાબ પણ માંગ્યો હતો પરંતુ કોઈ પણ કારણસર આ વાત આગળ વધી ન હતી.

હવે જ્યારે વડાપ્રધાન સેલવાસ આવી રહ્યા છે, ત્યારે તમામ અગ્રણી જન પ્રતિનિધિઓ  એ વડાપ્રધાન સાથે બેઠક કરીને કેન્દ્રશાસિત પ્રદેશ માટે લઘુ વિધાનસભા ની રચના ની અસરકારક રીતે માંગ કરવી જોઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 એપ્રિલે બપોરે સાયલી અને દમણના પ્રવાસે આવી રહ્યા છે જ્યાં તેઓ સેકડો કરોડ રૂપિયાની વિકાસ યોજનાઓનું લોકાર્પણ અને ખાતો મુહૂર્તો ઉદ્ઘાટન કરવાના છે આ વિકાસ કામોમાં ખાસ કરીને વડાપ્રધાન ન.મો મેડિકલ કોલેજ નું ઉદઘાટન કરશે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.