સેલવાસમાં પ્રભુ ટોડિયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હ્તુ કે પ્રદેશહીત અને જનહિત માટેના મુદાઓને તેઓ લોકસભાની ચૂંટણી લડશે તેઓએ જણાવ્યું હતુ કે આદિવાસી એકતા પરિષદની કોર કમીટીએ આગામી લોકસભાની ચૂંટણીમાં લડવાનો નિર્ણય કર્યો છે. અને ટીમનો મુખ્ય હેતુ લોકશાહીમાં આમ જનતાનું વર્ચસ્વ ઉભુ કરવાનો છે. આ ઉપરાંત સમગ્ર ટીમ જિલ્લા પંચાયત અને નગર પરિષદની ચૂંટણીમાં પણ ભાગ લેશે.
સમગ્ર પ્રદેશમાં ભાઈચારો, એકતા અને શાંતિ સાથે સમાજ એકત્રીત થઈને રહે તેમજ ગામડાઓમાં થતા બધા જ ઝઘડાઓ, રીત રીવાજો માટે લોકો કોઈ કચેરીના મામલાથી દૂર રહે અને આ માટે કસ્ટમરી લો બનાવીને તમામ બાબતોને હલ કરવાનાંપ્રયાસો હાથ ધરવામાં આવે તેવી અનેક બાબતો વિશે માહિતી આપીહતી.