મીઠાપુર નજીક ભીમરાણા ગામ પાસે ચાલતા વિકાસના કાર્યો પૈકીના રેલવે ક્રોસીંગ પાસેના ઓવરબ્રીજનું કામ પરિપૂર્ણ થતા સ્થાનીય ધારાસભ્ય પબુભા માણેક હસ્તે આ ઓવરબ્રીજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે તાલુકા પ્રમુખ લુણાભા, જિલ્લા ભાજપ મહામંત્રી યુવરાજસિંહ, ઓખા શહેર ભાજપ પ્રમુખ મોહનભાઈ બારાઈ, ઓખા નગરપાલીકા પ્રમુખ વંદનાબેન, ઉપપ્રમુખ તથા સભ્યો તેમજ દ્વારકા નગરપાલીકાના ચીફ ઓફીસર ડુડીયા તેમજ પાલીકાના સદસ્યો તેમજ દ્વારકા શહેર ભાજપ મહામંત્રી વિજયભાઈ બુજડ, મીઠાપુર ટ્રક એસો.ના પ્રમુખ ભુરાભા માણેક, કામદ સાહેબ તેમજ ઓખા શહેર અને દ્વારકા શહેર સંગઠનના હોદેદારો સહિત સ્થાનીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.