શ્રી મણિયાર દેરાસરની કાલે ૭૫મી વર્ષગાંઠ
દરરોજ મનોહર અંગરચના સવારે પ્રભુજીને અઢાર અભિષેક કરાયા
શ્રી મણિયાર દેરાસરજીની ૭૫મી વર્ષગાંઠ નિમિતે રાજકોટ જૈન તપગચ્છ સંઘ તરફથી અમૃત મહોત્સવની રંગારંગ ઉજવણી થઈ રહી છે. દેરાસરજીને મનમોહક રંગબેરંગી લાઈટસથી સુંદર રીતે સજાવવામાં આવેલ છે. તેમજ ચીતાકર્ષક રીતે આર્ટીફીસીઅલ ફુલોથી સજાવવામાં આવેલ છે.
દરરોજ મનોહર અંગરચના (આંગી) પ્રભુજીને રચવામાં આવે છે તથા રાત્રે ભાવના રાખવામાં આવે છે. આજે સવારે પ્રભુજીને અઢાર અભિષેક કરવામાં આવેલ હતા તથા તે દરમ્યાન નૂતન ઘ્વજાઓની ઉછામણી બોલવામાં આવી હતી. સાંજે ભવ્ય આંગી રોશની તથા ભાવના રાખવામાં આવેલ. કાલે દેરાસરજીની ૭૫મી વર્ષગાંઠ નિમિતે સવારે ૯:૩૦ વાગ્યે પૂ.આચાર્ય ભગવંત યશોવિજયજી મ.સા.ની શુભનિશ્રામાં પ્રભુજી ભવ્ય રથયાત્રા કાઢવામાં આવશે તથા ઘ્વજાઓના લાભાર્થીઓને શણગારેલ. બગીઓમાં બેસાડવામાં આવશે. સવારે ૧૧:૩૦ વાગ્યે ઘ્વજા ચડાવવામાં આવશે. સાંજે સાચા ફુલોની ભવ્ય મહાપુજા રાખવામાં આવેલ છે.
મહાપુજાનો લાતિ લક્ષ્મીબેન શીવલાલજી રામસીના પરીવાર તરફથી લેવામાં આવેલ છે. મહાપુજાના દર્શન સાંજે ૬ વાગ્યાથી રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધી થઈ શકશે. સમસ્ત જૈન સમાજને પધારવા અનુરોધ કરાયો છે.