મોટી સંખ્યામાં ખેડુતોએ શિબિરમાં જોડાઈને ખેતી વિષયક માર્ગદર્શન મેળવ્યું
ધોરાજીના જુનાગઢ રોડ ખાતે પ્રભાત સીડસ દ્વારા ખેડુતોને કપાસના ઉત્પાદનમાં વધારો થાય તેવા હેતુથી શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ધોરાજી શહેર તેમજ આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં ખેડુતોએ ભાગ લીધેલ હતો. આ તકે કૃષિ તજજ્ઞ પ્રભાત સીડસવાળા ગોપાલ જાદવ તથા સેલ્સ ઓફિસર અશોક મોરી સહિતનાઓએ જણાવેલ હતું કે, આવનારા સમયમાં ખેડુતોને યોગ્ય બિયારણ અને જે કપાસના બિયારણમાં વધુ ઉત્પાદન ઓછો રોગચાળો અને મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય તે હેતુથી ખેડુતોને નવાબ બિયારણ અંગે માર્ગદર્શન આપેલ. આ તકે પ્રગતિશીલ ખેડુત પ્રવિણભાઈ વૈષ્ણવને સન્માનિત કરેલ હતો.
આ તકે પ્રવિણભાઈ વૈષ્ણવે જણાવેલ કે જો આ વર્ષે નવાબ કંપનીનું બિયારણથી વિપુલ પ્રમાણમાં કપાસનું ઉત્પાદન થશે તેવું જણાવેલ હતું અને લોકોને આહવાન કરેલ હતું કે, સારું બિયારણ વાપરવાથી પાકનું ઉત્પાદન વધશે. આ તકે બહોળી સંખ્યામાં ખેડુતોએ આ શિબિરમાં માર્ગદર્શન લીધેલ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રભાત સીડસનાં ગોપાલ જાદવ તથા અશોક મોરી તથા તેમની ટીમ દ્વારા જહેમત ઉઠાવેલ હતી.