ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર આવેલ છે. આ હોસ્પિટલની મુલાકાત લેતા હાજર રહેલ ડોકટર પાસે ચર્ચા કરેલ તે મુજબ આ હોસ્પિટલમાં હાલમાં બે ડોકટરો છે. જેમાંથી એક ડોકટર કાઈમી માટે નસબંધી ઓપરેશન માટે જુદા જુદા તાલુકાઓની હોસ્પિટલમાં જાય છે અને તેઓ ગીર સોમનાથના એક જ નસબંધી સર્જન છે. જેથી એક જ મેડિકલ ઓફિસર પાધરેસા હાજર હોય અને તે પણ કાયમી નથી અને તેઓની પાસે વધારાનો અધિક્ષકનો ચાર્જ આપવામાં આવેલ છે તથા અન્ય કોઈ સ્ટાફ નથી.
સરકાર દ્વારા સુંદર સુવિધા વળી આધુનિક હોસ્પિટલ બનાવેલ છે. આ પ્રભાસ પાટણ ગામ (સોમનાથ) દેશનું પ્રથમ જયોતીર લીંગ આવેલ છે અને ત્યાં સોમનાથ મહાદેવ બિરાજમાન છે. તેવા સ્થળે આ આધુનિક હોસ્પિટલ આવેલ છે. આ સોમનાથ મહાદેવના દર્શનાર્થે બીજા રાજયોમાંથી તથા વિદેશમાંથી લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવે છે તથા વીઆઈપી તથા વેરી વીઆઈપી યાત્રાળુઓ પણ સોમનાથ આવે છે.
જેમાં આ આવનાર યાત્રાળુઓ પૈકી કોઈ યાત્રાળુ બિમાર થાય તો આ હોસ્પિટલમાં પુરતા ડોકટરો તથા અન્ય સ્ટાફ જ હોવાથી ઈમરજન્સી સારવાર લઈ શકાતી નથી અને ૧૦૮ દ્વારા અન્ય હોસ્પિટલમાં લઈ જવાતા રસ્તામાં મૃત્યુ પામે છે. આવા કિસ્સાઓ પણ બનેલા છે. જેથી વિદેશ તથા અન્ય રાજયોમાં આપની ગુજરાત સરકારની છબી ખરડાય છે અને નામોસી થાય છે તો આ બધી વિગતો ધ્યાને લઈ ખુંટતા મેડિકલ ઓફિસર તથા અન્ય સ્ટાફની ભરતી કરવા માંગ કરાઈ છે.