પ્રભાસ-પાટણ સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિના ડીમ્પલ બહેન લક્ષ્મણભાઈ જેઠવા એમ.બી.બી.એસ.ની પરીક્ષામાં સારા માર્કસ સાથે ઉતિર્ણ થઈ ડોકટર બનતા સમાજ અને ગામના ગૌરવમાં સિધ્ધિ પ્રાપ્ત ગૌરવ પ્રાપ્ત થયેલ છે.
સોમનાથના સોમનાથ મંદિર પાસેના શોપીંગ સેન્ટરમાં નોવેલ્ટી સ્ટોર ધરાવતા લક્ષ્મણભાઈ જેઠવાની પુત્રીનું બાળપણથી જ સ્વપ્ન હતુ કે ડોકયર જ બનવું અને જે માટે અભ્યાસમાં સખત મહેનત કરતી હતી. તેને મેડીકલ લાઈનના આયુર્વેદિક તેમજ વિવિધ બ્રાંચોમાં એડમીશન મળતા હતા પરંતુ તેને એક જ લક્ષ્ય રાખ્યું હતુ કે બનવું તો એમ.બી.બી.એસ ડોકટર જ આ માટે તેમને એડમીશન મળતા જ કઠોર પરિશ્રમ અથાગ વાંચન અને લક્ષ્ય પ્રાપ્તી માટે સખત મહેનતથી આજે સફળતા મળતા વેરાવળ તાલુકાના પ્રજાપતિ સમાજમાંથી પ્રથમ મહિલા ડોકટર બનતા સર્વત્ર આનંદ છવાયો છે.
આ માટે તેઓને ગુજરતા પછાત વર્ગ વિકાસ નિગમ અને શ્રીમતી કુંવરબેન સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી લોન સહયોગ પણ મળેલ હતો. તઅને જે સહયોગથી મધ્યમ વર્ગની આ દિકરીએ સરકાર અને સંસ્થાએ મૂકેલા વિશ્ર્વાસને સત્કાર કરી સફળતાનો ડંકો મજબુત આત્મ વિશ્વાસ સાથે વગાડેલ છે.