લાભાર્થીઓના પ્રશ્ર્નો સાંભળી તેનો ઉકેલ લાવવાના પ્રયત્નો કરવાની ખાત્રી આપી
૯૦-સોમનાથના યુવા અને ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા એ પ્રભાસ પાટણ અને ભીડીયા વિસ્તારમાં આવેલ દીનદયાળ ગ્રાહક ભંડાર ( રેશનિંગ ) ની દુકાનોની સ્થળ ઉપર રૂબરૂ મુલાકાત લેવામાં આવેલ અને અનાજ નું યોગ્ય વિતરણ કરવામાં આવે છે કે કેમ તથા સરકારે નક્કી કરેલ વજન મુજબ માલ આપવામાં આવે છે, કે કેમ તેવું સરપ્રાઇજ ચેકિંગ કરવામાં આવેલ અને માલ લેવા આવેલ ગ્રાહકો સાથે ચર્ચા કરેલ અને પૂછવામાં આવેલ કે કોઈ ફરિયાદ હોય તો જણાવશો અને ત્યાર બાદ નાના ધંધાર્થી વેપારીઓની દુકાનોની રૂબરૂ મુલાકાત લઈ રજૂઆતો સાંભરેલ હતી અને યોગ્ય કરવા જણાવેલ હતું અને આ બાબતે હું અધિકારી વર્ગ ને સૂચના આપીસ તેવી ખાત્રી આપેલ હતી, તેમની સાથે કોંગ્રેસ ટિમ વેરાવળ પાટણ શહેર કોંગ્રેસ મહામંત્રી પ્રેમભાઈ ગઢિયા તેમજ વેરાવળ પાટણ શહેર કોંગ્રેસ ઉ.પ્રમુખ હર્ષલ ભાઈ ઋષિ તેમજ દિનેશ ભાઈ બામણીયા .ભરત ભાઈ વાળા. મનોજ ભાઈ વાયલૂ પણ જોડાયા હતા.