જીધર દેખતા હું … બસ તૂં… હી… તૂં… હૈ
પ્રકૃતિની આહ્લાહદતા શાંતિ સદાશિવ સાથે એકાકાર થવાની દિવ્યતા એટલે સોમનાથના જોડીયા શિવલિંગોની સાધનાની શ્રેષ્ઠ જગ્યા
વિશ્ર્વ પ્રસિઘ્ધ સોમનાથ શિવાલય તીર્થમાં શેરીએ – શેરીએ આસપાસના વિસ્તારોમાં અનેક નાના મોટા શિવાલયો આવેલાં છે.સોમનાથ મંદિરના પાકિંગ મઘ્યમાં આવેલ સદાશિવના બે શિવલિંગો દર્શનીય અને જપ તપ માટેની તીર્થોત્તમ જગ્યા છે.
બાર ફુટ ઉંચા ઓટલા ઉપર બિરાજમાન આ બે શિવલિંગમાં એક અઢી ફુટ ઉંચુ છે તો બીજું પાંચ ફુટ ઉંચુ છે.વિશ જળાધારી ઉપર બિરાજમાન આ બે શિવલીંગો માત્ર થોડા અંતરે જ આસપાસ છે તેમની સન્મુખ નંદી અને કાચબો આરસના ગોઠવાયેલા છે.
જળાધારી દક્ષિણામુખ છે અને તેમાં કરાતો જળાભિષેક સ્વય વટવૃક્ષ સુધી પહોંચે તેવી વ્યવસ્થા છે.જગ્યામાં સંપૂર્ણ એકાંત છે અને માનવ અવરજવર નહીવત છે પરંતુ સ્થળની દિવ્યતા ભકિતની ચરમસીયા સુધી પહોંચાડે છે. તેવી શકયતા છે.
સોમનાથ સંસ્કૃત પાઠશાળા નિવૃત આચાર્ય પંડીત ભગુભાઇ પ્રચ્છક કહે છે કે, આ શિવલિંગો પ્રાચીન કાળ થી છે અને યમરાજાએ તેની માતાએ આપેલા શ્રાપની મુકિત માટે આ સ્થળે તપશ્ર્ચર્યા કરી હતી અને ભાઇબીજના દિવસે તેના દર્શન પુજન પુણ્યમય બનાવે છે.
અને જેનું નામ વ્યોમેશ્ર્વર અને અમરેશ્વર છે.પ્રભાસના લોકો તેની તળપદા ભાષામાં જપેશ્ર્વર તપેશ્ર્વર પણ કહે છે.
મંદિર પગથી પાસે વરસો જુના ઘટાદાર ઘેઘૂર રૂષી મુનીઓની જટાને યાદ આપતો જમીન સાથે જોડાયેલો પ્રકૃતિ પ્રસાદી સમો વડલો અને પણ તે જ સ્થળે ત્રણ સ્થળે જમીનથી જોડાયેલો છે.