ગરીબોને ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો નિર્ણય: રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટયા
ગુજરાતમાં ભાજપના શાસનમાં ગરીબો ઉપર ધ્યાન આપવામાં આવતુ ન હોવાના આરોપો સાથે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી જેમાં લોકોના અવાજને સરકાર સુધી પહોચાડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ રેલીમાં મોટીસંખ્યામાં લોકો ઉમટયા હતા અને પીપીપી આવાસ યોજના તેમજ ડિમોલીશનનો વિરોધ કર્યો હતો.
કોંગ્રેસ રેલી સાથે કરેલી રજુઆતમાં કહ્યુંં હતુ કે, કેન્દ્ર તેમજ રાજય સરકારના મોઢે ગરીબની વાતો ઘરી થાય છે. પરંતુ ખરા અર્થમાં તેમનું ધ્યાન રાખવામાં આવતુ નથી.
આપનું જન્મસ્થાન કહો. કર્મસ્થાન કહો કે આપ જે વિસ્તારનાં પ્રતિનિધિ ચૂંટી જે પ્રજાએ મુખ્યમંત્રી બનવા સુધી પહોચાડી છે. તે રાજકોટ શહેરનાં ગરીબના માથે ઘર વિહોણા બનવાનો ડર હંમેશા રહે, બુલડોઝરની ધણધણાટીનું સ્વપ્નું આવે ઉંધ ઉડી જાય, કયારેક અધિકારીઓ તેના ઘર પડતાની સાથે ઉપાધીમાં કોઈ હાર્ટ એટેકથી ગુજરી જાય, નોટીસ મળ્યેથી પોતાની રોજમદારી, ખાવા પીવાનું ભૂલી જાય અને અધિકારી, આગેવાનો પાસે આમથી તેમ હેરાન થતાગરીબોને આપે પણ જોયા છે. આપની એક સૂચનાથી ગરીબ ઠંડા કલેજે તેની ૨૫ વારની ઝુપડીમાં સુઈ શકે તો તમને આવું કરતા કોણ રોકે છે. તેમાં તેનો મતલબ છે અને જો તમારી રાજકારણ કરવા માટે મજબૂરી હોય તો કમસે કમ ગરીબના કલ્યાણની વાતો તો બંધ કરો.
કલેકટરનાં, પોલીસ કમિશ્નરના, મ્યુનિસિપલ કમિશ્નરના ઘર પર એક સાંજે કોઈ આવી તમારા ઘરનો સામાન બહાર ફેંકી દે તમને ઘરમાંથી કાઢી મૂકે તો તમને કેવું લાગે? તમને બધાને હોટલ પણ પોસાઈ અને પોતાના ઘર લઈ જવા વાળા પણ મળી જાય અને છતા આપનું અપમાન સહન ન થાય તે સ્થિતિ થાય તો શુ ગરીબને અપમાન સાથે કયાં જવું શું કરવું? ની સ્થિતિ આપ પેદા કરી રહ્યા છો. ત્યારે આપને ગરીબ તરીખે પૂછવા માગીએ છીએ.
- શું ભારત મારો દેશ નથી?
- શું ગરીબ હોવું પાપ છે?
- શું ભારત પર ગરીબોનો હકક નથી?
- શું અમે ભારત દેશના સંતાન નથી?