હાલ સરકારે ફાળવેલા પ્લોટોમાં ફકત પીપીપી જ બની શકે તેવો કાયદો: ડાંગર
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર અને રાજકોટ મહાનગરપાલીકાના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાએ જણાવ્યું છે કે મહાપાલીકાના ભાજપના શાસકો પોતાના મળતીયાઓને લાભ ખટાવવાનો જ પ્રયત્ન કરે છે. ન જાણે કેમ પીપીપી યોજના ચૂંટણી સમયે જ અને શાસક પક્ષના એક જ આગેવાનને કામ આપી ભાજપે સાબીત કયુર્ંં છે. કે અમો અમારા લોકોને સાચવીએ છીએ અને પ્રજાને દ્રોહ કરીએ છીએ
જયારે કેન્દ્રમાં કોંગ્રેસનું શાસન હતુ ત્યારે ગરીબ લોકો જયાં રહે છે. ત્યાંજ તેને મકાનો સરકારી ખર્ચે બનાવી દેવા જેથી ઝુંપડપટ્ટીમાં રહેતા લોકોને પાકકા અને સુંદર મકાનો મળે અને તે જ યોજના અંતર્ગત રાજકોટમાં કીટીપરા, ગોકુલનગર, નટરાજનગર આ ઝુપડપટ્ટીઓમાં રાજીવ આવાસ યોજના કેન્દ્રની કોંગ્રેસ સરકારે બનાવી દીધેલ હતી.
પરંતુ, જયારથી ભાજપની સરકાર કેન્દ્રમાં અને રાજયમાં છે ત્યારથી ફક્ત ગરીબોનાં ઝુંપડા હટાવી પીપીપી યોજનાના નામે કરોડો રૂપીયાના કૌભાંડો કરે છે. અને પોતાના મળતીયાઓને જમોનોની લ્હાણી કરી દેશે અને ગરીબો તો નીચે રહેતા હતા તેની જગ્યાએ ૧૨માં માળે ચડાવી દેશે અને સુવિધાના નામે મીડુ મળે છે. લીફટા બંધ હોય તો રસ્તામાં જ હાર્ટએટેક આવે તેવી સ્થિતિ છે.
રાજકોટમાં જે જગ્યાએ અગાઉ એક ચો.મી. જમીન રૂ.૨ લાખમાં કોર્પોરેશન દ્વારા જ વહેચવામાં આવી છે તે જ વિસ્તારમાં હાલ આ પીપીપી યોજના મૂકી આજ જમીનનાં અંદાજે રૂ.૮૨ કરોડ અને ૮૬ લાખ ઉપજવા જોઈએ કારણ કે, જમીન ૪,૧૪૩ ચો.મી. છે જે રૂ.૨ લાખ ભાવ છે તે જૂના છે.
તે મૂકીએ તો આ ભાવ રૂ.૮૨ કરોડ અને ૮૬ લાખ થાય, પરંતુ ભાજપના શાસકો પોતાના મળતીયાને આ જમીન ફકત ૧૩ કરોડ ૧૩ લાખમાં જ આપી દીધી જે નુકશાન છે. તે રાજકોટની પ્રજાના ખિસ્સાનું જ નુકશાન છે તેવી જ રીતે સાધુવાસવાણી રોડ પર આવેલ જમીન કે જે જુદા જુદા પ્લોટોમાં વેંચાઈ ગયેલ છે. જગ્યાએ કોર્પોરેશનને આ જમીનનાં પણ ૧૩ કરોડ અને ૧૩ લાખમાંજ બિલ્ડરોએ આપવાનું નકકી થયું હવે તો રાજકોટની પ્રજાએ જાગવું જોઈએ.