પીપીઈ કિટ આપનાર ગુજરાતની પ્રથમ ગ્રા.પં.ના સરપંચ વિજયભાઇ કોરાટની લોકોના આરોગ્યની સાર સંભાળ અંગે સંપૂર્ણ તકેદારી

મોટામવા ગ્રામ પંચાયતના સરપંચ વિજયભાઇ કોરાટ દ્વારા મોટામવા ગામે કાર્યરત આરોગ્ય કર્મીઓ, સફાઇ કામદારોને પીપીઇ કિટ ઉપલબ્ધ કરાવાઇ છે.

WHO દ્વારા હાલમાં જાહેર કરાયેલ કોરોના મહામારીના સમયમાં સમગ્ર દેશ તથા આપણું રાજ્ય કોરોના સંકટનો નાશ કરવા સર્વોત્તમ પ્રયત્નો કરી રહ્યું છે ત્યારે ગ્રામ્ય કક્ષાએ કોરોનાનું ઓછામાં ઓછું સંક્રમણ થવા પામેલ છે , જેમાં ગ્રામ પંચાયતોની અહમ ભૂમિકા રહેલ છે રાજ્યની મોટાભાગની ગ્રામ પંચાયતો દ્વારા સેનેટાઈઝર , માસ્ક વિતરણ , દવા છંટકાવ , ફોગીંગ , કોરોન્ટાઈન અને લોકડાઉન નુ પાલન જેવી વિગેરે કામગીરી કરાવી આરોગ્ય વિષયક પગલા લીધેલ છે ત્યારે મોટામવા ગ્રામ પંચાયતના યુવા સરપંચ વિજયભાઈ કોરાટ દ્વારા મોટામવા ગામે ઉપરોક્ત કાર્યવાહિ ઉપરાંત મોટામવા ગામે કાર્યરત આરોગ્ય કર્મીઓ , ટીપ્પરવાન સફાઈ કામદારો તથા અન્ય સંક્રમણ સંભવિત જગ્યાએ કાર્ય માટે જતા કર્મચારી ને પી.પી.ઈ. કીટ ઈસ્યુ કરનાર ગુજરાતની પ્રથમ ગ્રામપંચાયત બનેલ છે.સરપંચ વિજયભાઈ કોરાટ દ્વારા લોકોના આરોગ્યની સારસંભાળ અંગે અંગત રીતે સંપુર્ણ તકેદારી રાખવાની સાથો સાથ આ કામગીરી સાથે જોડાયેલ કર્મચારીઓના આરોગ્યને પણ ખૂબ જ તકેદારી પુર્ણ મહત્વ આપી પી.પી.ઈ. કિટ ઈસ્યુ કરી કોરોના સામેની જંગ ના ગ્રામ્યકક્ષા ના લડવૈયાઓને વધુ મજબુત કરવાનું ગૌરવ હાંસલ કરેલ છે . તથા પી.પી.ઈ. કિટ ઈસ્યુ કરનાર ગુજરાતની પ્રથમ ગ્રામ પંચાયત ના વહીવટી વડા વિજયભાઈ કોરાટ ’ ની વહિવટી કુશળતાથી કોરોના સામેની લડાઈ નું મજબુત પગલુ હોવાનું મોટામવા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી વનરાજસિંહ ગોહિલ ની યાદીમાં જણાવેલ છે .

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.