પુરાતત્વવિદ નરોત્તમ પલાણ ઈતિહાસના છાત્રો અને અધ્યાપકોને દેશની ધરોહરપ હેરીટેજથી અવગત કરાવ્યા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ’પુરાતત્વ અને પી.પી.પંડયાએ કરેલા કાર્યો’ પર પરિસંવાદ યોજાયો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૭મી જાન્યુઆરીએ ’પુરાતત્વ અને પી.પી.પંડયાએ કરેલા કાર્યો’ પર પરિસંવાદ યોજાયો હતો. જેમાં પુરાતત્વવિદ નરોતમ પલાણ ઈતિહાસના છાત્રો – અધ્યાપકોને દેશની ધરોહરરૂપ હેરીટેજથી અવગત કરાવ્યા હતા. પી.પી.પંડયાએ ૭ વર્ષમાં ૨૦૦ થી વધુ હેરીટેજ સાઇટ શોધી હતી ત્યારે ખંભલીડાની ગુફા, શ્રીનાથગઢમાં હડપ્પન સંસ્કૃતિ નગર, પ્રભાસ પાટણમાં વંશજોનો ઈતિહાસ વર્ણવવામાં આવ્યો હતો.
યુનિવર્સિટીમાં ઈતિહાસ વિષયના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો દેશની ધરોહરરૂપ હેરીટેજથી અવગત થાય અને રાષ્ટ્રનો સાંસ્કૃતિક વારસો જાળવવાની ભાવના જાગે તે હેતુથી ૭મીએ ’પુરાતત્વ અને પી.પી.પંડયાએ કરેલા કાર્યો’ પર પરિસંવાદ યોજાયો હતો. પી.પી.પંડયાએ વર્ષ ૧૯૫૪ થી ૧૯૬૦ દરમ્યાન ૨૦૦ થી વધુ હેરીટેજ સાઇટ શોધી કાઢી હતી. જેમાં ખંભાલીડાની બૌધ્ધ ગુફા, ગોંડલ પાસે જૂનું રોજડી અને હાલમાં શ્રીનાથગઢ ગણાતા વિસ્તારમાંથી સાડા ચાર હજાર વર્ષ પહેલાની હડપ્પન સંસ્કૃતિ શોધી કાઢી હતી. જે હાલ હડપ્પન સંસ્કૃતિનગર તરીકે ઓળખાઈ છે. જ્યારે પ્રભાસ પાટણમાં ઈ.સ. પૂર્વે ૧૨૦૦ થી છઠ્ઠા સૈકા સુધીનો સળંગ ઈતિહાસ શોધી કાઢ્યો હતો. જેમાં તે વખતના વંશજો અને સિક્કા સહિતની સામગ્રીનો સમાવેશ થાય છે. રાજ્યના પુરાતત્વ વિભાગના ડાયરેક્ટર તરીકે તેઓ ચાર્જ લે તે પહેલા જ તેમનું નિધન થયું હતું. યુનિવર્સિટીમાં પુરાતત્વવિદ પી.પી.પંડયા અને તેના કાર્યો અંગે ઈતિહાસ વિષયના છાત્રો અને અધ્યાપકોને માર્ગદર્શન આપનારા નરોતમ પલાણ રાજ્યના શ્રેષ્ઠ પુરાતત્વવિદોમાં નામ ધરાવે છે. તેઓ સાહિત્યકાર છે અને તેમણે ૬૦ વર્ષ સુધી પુરાતત્વનો અભ્યાસ કર્યો છે. તેઓ પુરાતત્વના સ્થાન અને તેની જાળવણી – મહત્વ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા.