૨૭૧ દિકરીઓ સહિત ૨૫૫૦ સખીઓનાં હાથમાં મૂકાઈ ભાત-ભાતની મહેંદી
પાનેતર લગ્ન મહોત્સવના ઉપક્રમે રઘુવીરવાડી, પી.પી. સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ સામે,અબ્રામા રોડ ખાતે પિતાની છત્રછાયા ગુમાવનાર દિકરીઓને પિતાની હુંફ પૂરી પાડનારો ભવ્ય લગ્ન સમારોહ અંતર્ગત નમહેંસી રસમથ ઉત્સવ ગઈકાલે યોજાયો,જેમાં ૨૭૧ દીકરીઓનાં લગ્ન યોજાનાર હોઈ તે નિમિતે વ્હાલસોઈ દીકરીઓ તથા તેમની સખીઓને અંદાજે ૨૫૫૦ દીકરીઓએ તેમના હાથમાં ભાત ભાતની મહેંદી મૂકવાનો પ્રસંગ યોજવામાં આવ્યો.
આ પ્રસંગે ઉપસ્થિત માનવંતા મહેમાનોના કરકમળવડે દીપ પ્રાગટયકરી સમારોહની શરૂઆત કરવામાં આવી. ઉપસ્થિત દર્શનાબેન જરદોશ-સાંસદ સુરત, ડો.કાનનબેન દેસાઈ ડીવાયએસપી-દાહોદ, હેતલબેન પટેલ એસ.પી.એસ. સેનાપતિ-વાલિયા, ડો. નેહાબેન પટેલ મામલતદાર કામરેજ, મનનબેન ચતુર્વેદી, અંજનાબેન બદરી, દીપલબેન ભરાઈ મામલતદાર સુરત, ડો. શીતલબેન પંજાબી ગાયનેકોલોજીસ્ટ, ગરીમાબેન ગૌતમ, ચેતનાબેન શિરોયા, ભાવનાબેન ગોળવીયા, જીજ્ઞાશાબેન ઠકકર તથા અન્ય સામાજીક અગ્રણીય બહેનોદ્વારા દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ, શાલ અને સ્મૃતિભેટ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરી આભાર માન્યો હતો.
અંજનાબેન બદરીએ મહેશભાઈ સવાણીની આ સામાજીક સેવાને બિરદાવી હતી.
હેતલબેન પટેલે ઉદબોધનમાં રામાયણનો સ્ત્રી પવિત્રતાનો પ્રસંગે ટાંકી દીકરીઓને પ્રેરણા પૂરી પાડી હતી. હકક, અધિકારો સાથે ફરજો પણ એટલી જ જરૂરીછે, તેવી પ્રેરણા આપી હતી. સામાજીક જીવનમાં સાંસારીક જવાબદારીઓ સારી રીતે નિભાવવા નિર્દેશ કર્યો હતો.
ડો. કાનનબેન દેસાઈએ સ્ત્રીનો જન્મ બે વાર થાય છે, પિતાના ઘરે અને સાસરે જાય ત્યારે આદર્શ લગ્ન જીવન માટે તમામ દીકરીઓને શુભેચ્છા પાઠવતા કહ્યું હતુ કે,દરેક દીકરીને પોતાના અરમાન હોય છે. સ્વપ્ન હોય છે, જવાબદારી હોય છે, સમજણ લઈને ચાલશો તો દામ્પત્ય જીવન દીપી ઉઠશે તેમજ પિતા તરીકેની મહેશભાઈ સવાણીની વિશેષ જવાબદારીને બિરદાવી હતી આ ઉપરાંત નેહાબેન સવાણી,મનનબેન ચતુર્વેદી,ડો.શીતલબેન પંજાબી, દર્શનાબેન જરદોશ, દિપલબેન ભરાઈ, ચેતનાબેન શિરોયા, તેમજ જિજ્ઞાષાબેન ઠકકરે પ્રાસંગીક ઉદબોધન કર્યું હતુ.
મહેશભાઈ સવાણીએ આ સમાજ સેવામાં ભાગીદાર બનવા માટે લખાણીપરિવારના વલ્લભભાઈ લખાણીનો અંત:કરણપૂર્વક આભાર માન્યો, દીકરીઓને પ્રેરણા આપતા કહ્યું કે તમે પારકી થાપણ બનશો, અત્યાર સુધીતમારા નામ પાછળ પિતાનું નામ હતુ અને હવે તમારા નામ પાછળ પતિનું નામ લાગશે, દામ્પત્ય જીવન સુખમય અને વૈભવશાળી બને એવી શુભેચ્છા પાઠવી હતી.
સમગ્ર મહેંદી રસમના કાર્યક્રમની આભાર વિધિ કરતા મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતુ કે હર હંમેશ પી.પી. સવાણી ગ્રુપના સેવાના આ યજ્ઞનીમાહિતી ભારત દેશના દરેક સીમાડાઓ સુધી પહોચાડનાર મીડીયા તથા સોશિયલ મીડીયા જગતનો આભાર વ્યકત કર્યો હતો.