પંજાબની ડિસિપ્લિન વગરની બોલિંગ હાર માટેનું મુખ્ય કારણ સાબિત થયું

ઇન્ડિયન પ્રીમિયર લીગની 16 સિઝનનો અત્યંત રોમાંચક અને યાદગાર મેચ લખનવ અને પંજાબ વચ્ચે રમાયો હતો. પંજાબની ડિસિપ્લિન વગરની બોલિંગ ના કારણે લખનવી ટીમે માત્ર પાંચ વિકેટ ગુમાવી 257 રનનો જંગી સ્કોર ખડક્યો હતો જેમાં ઓપનિંગ બેટમેનની સાથો સાથ મિડલ ઓર્ડર બેટ્સમેનોએ પંજાબના બોલરોને ઘૂંટણિયે પાડી દીધા હતા. બીજી તરફ પાવર પ્લેમાં પણ જબરદસ્ત દેખાવ લખનવની ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો. અને એ પાવરપ્લેમાં લખનઉની ટીમે 74 રન ફટકારી દીધા હતા.

લખનઉ સુપરજાયન્ટ્સે પંજાબ કિંગ્સને 56 રને હરાવ્યું. પંજાબ કિંગ્સને 258 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેના જવાબમાં પંજાબ 19.5 ઓવરમાં 201 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું હતું. ટીમ તરફથી સૌથી વધુ અથર્વ તાયડેએ 36 બોલમાં 66 રન ફટકાર્યા હતા. તેના પછી સેક્ધડ હાઇએસ્ટ રન સ્કોરર જીતેશ શર્માએ 10 બોલમાં 24 રન બનાવ્યા હતા. લખનવ તરફથી સૌથી વધુ યશ ઠાકુરે 4 વિકેટ ઝડપી હતી. તો નવીન ઉલ હકે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે રવિ બિશ્નોઈને 2 વિકેટ અને માર્કસ સ્ટોઇનિસને 1 વિકેટ મળી હતી.

લખનઉ સુપરજાયન્ટ્સે 20 ઓવરમાં 5 વિકેટે 257 રન બનાવ્યા હતા. ટીમમાં સ્ટોઇનિસે સૌથી વધુ 40 બોલમાં 72 રન ફટકાર્યા હતા. ત્યારબાદ કાઇલ મેયર્સે 24 બોલમાં 54 રન બનાવ્યા હતા. નિકોલસ પૂરને 19 બોલમાં 45 રન અને આયુષ બદોનીએ 24 બોલમાં 53 રન કર્યા હતા. પંજાબ તરફથી સૌથી વધુ કાગીસો રબાડાએ 2 વિકેટ લીધી હતી. તો અર્શદીપ, ચહર અને લિવિંગસ્ટનને 1-1 વિકેટ મળી હતી. આઇપીએલ ઈતિહાસમાં આ બીજો સૌથી મોટો સ્કોર છે. આ પહેલા સૌથી વધુ 263 રનનો સ્કોર થયો છે, જે આઆરસીબીએ 2013માં બેંગલુરુમાં પુણે વોરિયર્સ સામે બનાવ્યો હતો. આઇપીએલમાં બીજી વખત 250+ રન બનાવ્યા છે. આ સીઝનનો આ સૌથી મોટો સ્કોર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.