વિરાણી પૌષધશાળામાં પૂ. ગુરુદેવના પ્રવચનનું પણ આયોજન
ગોંડલ સંપ્રદાયના પૂ. જશાજી સ્વામીની શતાબ્દી ઉપલક્ષે સ્થા. જૈન મોટા સંઘ ના પ્રયત્નોથી અને શ્રી રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના સહયોગથી કરણપરા ચોકમાં તા.૧૧ ને સોમવારે સવારે ૮ કલાકે જૈન અગ્રણીઓ અને કોર્પોરેશનના અગ્રણીઓની હાજરીમાં પૂ. ધીરગુરુદેવ તથા મહાસતીજીઓની ઉપસ્થિતિમાં તકતી અનાવરણ વિધી રાખેલ છે. ત્યારબાદ ૯ કલાકે વિરાણી પૌષધશાળામાં પૂ. ગુરુદેવનું પ્રવચન યોજાશે મંગળવારે મુંબઇ તરફ વિહાર યાત્રાનો પ્રારંભ થશે.
જયારે કાલે સવારે ૭.૩૦ થી ૮.૩૦ કલાકે મનહર પ્લોટ ઉપાશ્રયે પ્રવચન અને ૯ કલાકે રામકૃષ્ણનગર ઉપાશ્રયે ભકતામર અને ૯.૩૦ કલાકે પ્રવચન યોજાશે. તા.૧૦ ને રવિવારે સવારે ૭.૩૦ કલાકે જૈનચાલ ઉપાશ્રયે પ્રભુ પ્રાર્થના અને ૯ કલાકે શ્રમજીવી ઉપાશ્રયે ભકતામર અને પ્રવચન તેમજ માતુશ્રી જયાબેન છોટાલાલ વોરા હ. કનક અને દિનેશ વોરા તથા ચંદ્રિકા અને ડો. પ્રભુદાસ લાખાણી પ્રેરિત ચંદ્રીકા અને ડો. પ્રભુદાસ લાખાણી પ્રેરિત નૂતનીકરણ તકતી અનાવરણ વિધી યોજાશે. અમેરીકાના અશોકભાઇ અને અમીબેન પારેખનું સન્માન રજનીભાઇ બાવીસીએ કરેલ.