કોરોનાની મહામારી વચ્ચે સતત ખડેપગે ફરજ બજાવનાર કર્મચારીઓની કાબીલેદાદ કામગીરીને બિરદાવાઈ
૬૫૦ જેટલા ઇજનેરો, લાઇન સ્ટાફ અને અન્ય કર્મચારીઓને સર્ટિફિકેટ અને એનર્જી ડ્રિન્કનું વિતરણ
કોરોનાની મહામારી વચ્ચે સતત ખડેપગે રહીને ફરજ બજાવનાર વીજ કર્મચારીઓના સન્માનનું આજે આયોજન બોલબાલા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ૬૫૦ જેટલા કર્મચારીઓનું એનર્જી ડ્રિન્ક અને સર્ટિફિકેટ આપીને બહુમાન કરવામાં આવ્યું હતું.
આ અંગે બીપીનભાઈ શાહે જણાવ્યું હતું કે શહેરમાં વીજ કંપની દ્વારા કોવિડ મહામારી વચ્ચે સાતત્ય વીજ પુરવઠો પૂરો પાડવામાં આવતો હતો. દરેક કર્મચારીઓ ખડે પગે રહી નિષ્ઠાપૂર્વક પોતાની કામગીરી અને ફરજ નિભાવતા હતા. બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઇ ઉપાધ્યાયને આ કામગીરી જોઈ ઈચ્છા થઈ કે વીજ કર્મચારીઓને સર્ટીફીકેટ આપી સન્માનિત કરવામાં આવે. જેથ એન્જીનીયરો, લાઈનસ્ટાફ અને કર્મચારીઓને તેઓએ સર્ટીફીકેટ તેમજ મોમેન્ટો આપી બિરદાવ્યા હતા.
બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઇ ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે બોલબાલા ટ્રસ્ટ માનવ સેવા એ પ્રભુ સેવાના ધ્યયને વરેલી સંસ્થા છે જે લોકોએ ખૂબ સારી કામગીરી કરી છે તેઓને બિરદાવા બોલબાલા ટ્રસ્ટ આગળ આવ્યું છે. પીજીવીસીએલે કોવિડ ૧૯ની મહામારી વચ્ચે પોતાની કામગીરી અને ફરજને નિષ્ઠા પૂર્વક નિભાવી છે.લાઈનમેનથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધી તેમની કામગીરીને બિરદાવવા સન્માન સમારોહનું આયોજન કર્યું. ૬૫૦ જેટલા વીજ કર્મચારીઓને લક્ષ્મીયંત્ર આઇટીસી દ્વારા પ્રમાણિત એનર્જી ડ્રીંક તેમજ સર્ટિફિકેટ આપી તેઓનું સન્માન કર્યું હતું.