નર્મદા જળ જયાં જયાં પહોંચશે ત્યાં ત્યાં  સોનું પાકશે : કેન્દ્ર સરકાર પશ્ર્ચિમ ભારતને પાણી અને પૂર્વ ભારતને વીજળી અને ગેસ મળે અને દેશનો સમતોલ વિકાસ થાય એ માટેની યોજનાઓ પર કામ કરી રહી છે : નરેન્દ્ર મોદી

પોતાના ૬૮માં જન્મદિવસે સરદાર સરોવર ડેમ રાષ્ટ્રને અર્પણ કર્યા બાદ ડભોઈ ખાતે એક જંગી જાહેરસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, નર્મદાના નીર એ પાણી નથી પણ પારસ છે. પાણીમાં આર્થિક ક્રાંતિ આણવાની તાકાત રહેલી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું  કે સરદાર સાહેબે છેક ૧૯૪૬માં નર્મદા નદી પરવિશાળ બંધના નિર્માણની પરિકલ્પના કરી હતી.

એવી જ રીતે, મહામાનવ ર્ડા.બાબાસાહેબ આંબેડકરજીએ કેન્દ્રીય મંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન જળક્રાંતિ, જળશકિત અને જળમાર્ગોની પરિકલ્પના કરી હતી. હું વિશ્ર્વાસ સો કહું છું કે જો આ મહાપુરૂષો થોડું વધુ લાંબુ જીવ્યા હોત તો સરદાર સરોવર બંધ ૬૦ ી ૭૦ના દાયકામાં જ બંધાઇ ગયો હોત.

પ્રધાનમંત્રીએ મધ્ય ગુજરાતમાં વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે સરદાર સરોવર બંધ લોકાર્પણ જનસભાને સંબોધન કર્યું હતું. તેમણે વિશ્વાસ વ્યકત કર્યો હતો કે નર્મદાનું પાણી એ માત્ર પાણી ની એ પારસમણી છે. નર્મદા જળ જે જે વિસ્તારોમાં પહોંચશે, એ તમામ વિસ્તાંરોની ધરતી સુજલામ સુફલામ બનશે અને સોનું પકવશે.

આજે સવાસો કરોડ દેશવાસીઓને હું બાપુ અને સરદાર સાહેબની ધરતી પરી, બાબાસાહેબની સંકલ્પભૂમિ પરી આ બંધ અર્પણ કરૂં છું. આ બંધ અને દિવ્યત નર્મદા યોજના દેશવાસીઓની નવી તાકાતનું પ્રતિક બનશે એવો વિશ્ર્વાસ પ્રધાનમંત્રીએ વ્યકત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કેવડીયા કોલોનીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટિની સમીપે આદિવાસી સ્વતંત્રતા સેનાનીઓનું ડીજીટલ વર્ચ્યુનઅલ રાષ્ટ્રીય સંગ્રહાલય બનાવવાના કામનો શુભારંભ જાહેર કરતાં જણાવ્યું  કે દેશના જે રાજયો આદિવાસી વારસો ધરાવે છે, એ તમામ રાજયોના આદિવાસીઓએ દેશની સ્વતંત્રતા માટે બલિદાનો આપ્યા છે. સો સો આદિવાસી સ્વાતંત્રતા સેનાનીઓને એક સો ફાંસી આપવામાં આવી છે ત્યામરે ભાવિ પેઢીને તેમના બલિદાનોની વાકેફ કરવા દેશના આવા તમામ રાજયોમાં આદિવાસી સ્વતંત્રતા સેનાનીઓના સંગ્રહાલયો બનાવવામાં આવશે.

પાણીમાં ર્આકિ ક્રાંતિ આણવાની તાકાત છે એવી લાગણી વ્યંકત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું  કે દેશના પશ્ર્ચિમ વિસ્તારોને વિકાસ માટે પાણીની જરૂર છે. પૂર્વ વિસ્તોરોને વિકાસ માટે વિજળી અને ગેસની જરૂર છે. તે બાબતને અનુલક્ષીને ભારત સરકાર પશ્ર્ચિમ ભારતને પાણી અને પૂર્વ ભારતને ગેસ અને વિજળી મળે અને દેશનો સમતોલ વિકાસ થાય એવી યોજનાઓ પર કામ કરી રહી છે.

પ્રધાનમંત્રીએ ગુજરાતના સાધુ-સંતોએ નર્મદા માટેની લડતનું નેતૃત્વ  કર્યું અને નર્મદા માટે નાણાંની ખેંચ પડી ત્યારે મંદિરોએ તેમના ભંડાર ખુલ્લા મૂકયા એ માટે અહોભાવપૂર્વક ઋણ સ્વીકાર કર્યો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે નર્મદા યોજના કોઇ એક પક્ષ કે સરકારનો કાર્યક્રમ ની. એ કરોડો લોકોની જનશકિતનો કાર્યક્રમ છે. નર્મદાનું પાણી ગુજરાતની સૂકી ધરતીને નવપલ્લિત કરશે. ગુજરાત, મહારાષ્ટ્રે, મધ્યપ્રદેશ અને રાજસનના કરોડો ખેડૂતોનું ભાગ્ય નર્મદા જળી બદલાશે એવો વિશ્ર્વાસ પ્રધાનમંત્રીએ વ્યકત કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે નર્મદા બંધ અને સ્ટેમચ્યુહ ઓફ યુનિટિના કારણે કેવડીયા વિસ્તારિ સાહસિક જળરમતોનું કેન્દ્ર  અને દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણ જગવતું પ્રવાસનધામ બનશે.

પ્રધાનમંત્રીએ સરદાર સરોવર બંધ લોકાર્પણ જનસભામાં, રાજયના મુખ્યવમંત્રી વિજયભાઇ રૂપાણી, ભારત સરકારના જળસંસાધન મંત્રી નીતિન જયરામ ગડકરીની ઉપસ્થિતિમાં રીમોટ દ્વારા ડીજીટલ તકતીનું અનાવરણ કરીને સરદાર સરોવર બંધનું રાષ્ટ્રા ર્પણ કર્યું હતું. તેમણે નર્મદા મહોત્સવના ભાગરૂપે ગુજરાત સરકારે યોજેલી કાવ્યધ અને સૂત્રલેખન, સાફલ્ય ગાા લેખન, નિબંધ લેખન અને મોબાઇલ ફિલ્મે મેકીંગ સ્પીર્ધાઓના વિજેતાઓને ઇનામ વિતરણ કર્યું હતું. તેમણે વિસપિતોના સુસપનને વણી લેતી જહાન્વી પટેલની કોફી ટેબલ બુક કીપીંગ પ્રોમીસીસનું વિમોચન કર્યું હતું. પ્રધાનમંત્રીએ કરોડો દેશવાસીઓની જનશકિતી નવીન ભારત બનાવીને જ જંપીશ એવો સંકલ્પુ વ્યાકત કર્યો અને જણાવ્યું કે હું તમારા સપના સાકાર કરવા માટે જીવીશ. તેમણે કરોડો દેશવાસીઓએ જન્મદિવસની પાઠવેલી શુભકામનાઓ માટે હ્રદયપૂર્વક આભાર માન્યોો હતો અને તેમની ભાવનાઓને અનુરૂપ ભારતનું ઘડતર કરવાનો સંકલ્પ વ્યકત કર્યો હતો.

તેમણે ટકોર કરી કે જે વિશ્વ બેંકે ગુજરાતને નર્મદા યોજના માટે નાણાં આપવાની ના પાડી એ વિશ્ર્વ બેંકે કચ્છ ના નમૂનેદાર પૂન:સપનાના ગુજરાતના કામને પર્યાવરણ શ્રેષ્ઠમતાનો પુરસ્કાકર આપ્યો.

પ્રધાનમંત્રીએ નર્મદા બંધની પૂર્ણતામાં યોગદાન માટે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસનના લોકોને અને નર્મદા માટે વિસપન વહોરનાર આદિવાસી જનસમૂદાયને આભાર સો ધન્ય્વાદ આપ્યાી હતા. તેમણે નર્મદા યોજનાની ભગીર કામગીરીનો ચિતાર આપતા જણાવ્યું  કે કાશ્મીરી ક્ધયાકુમારી અને કંડલા ની કોહિમા સુધી આઠ મીટર પહોળી સડક બનાવી શકાય તેટલું ક્રોંક્રિટ આ એક બંધના કામમાં વપરાયું છે. તેમણે જણાવ્યું કે લોકશકિત મારી સો હોવાથી હું આવા વિરાટ કામ કરી શકુ છું. તેમણે ગુજરાતના મુખ્યામંત્રી વિજયભાઇ રૂપાણીને યશસ્વી  મુખ્યમંત્રી તરીકે બિરદાવીને ખાસ ધન્યવાદ આપ્યા્ હતાં. તેમણે નર્મદા સ્વચ્છતા અને હરીતકરણ અભિયાન ચલાવવા માટે મધ્ય પ્રદેશના મુખ્યયમંત્રી શિવરાજસિંહ ચૌહાણને અભિનંદન આપ્યા હતા.

મુખ્યદમંત્રી વિજયભાઇ રૂપાણીએ સરદાર સરોવર ડેમ રાષ્ટ્રને લોકાર્પણ કરવા બદલ ગુજરાતની જનતા વતી વડાપ્રધાનનો આભાર માનતા જણાવ્યું  હતું કે, સરદાર વલ્લભભાઇ પટેલએ ૧૯૪૬માં નર્મદા બંધના નિર્માણ દ્વારા લાખો લોકોની તૃષા છીપાવવા માટે જોયેલા સ્વપ્નને અનેક અવરોધો અડચણો વચ્ચેો વડાપ્રધાનએ આજે સાકાર કર્યો છે. મુખ્યનમંત્રીએ વડાપ્રધાનને જન્મધદિનની શુભેચ્છાકઓ પણ પાઠવી હતી. તેમણે કહ્યું કે, ગુજરાતનો વિકાસ રૂધાંયો, વર્ષો પહેલા ત્રણ હજાર કરોડના ખર્ચ સામે આજે રૂ. ૫૬ હજાર કરોડના ખર્ચે આ વિશ્વમાં પ્રતિષ્ઠાસભર ડેમના લોકાર્પણ દ્વારા ૯૭૦૦ ગામડાઓની પ્રજાની પીવાના પાણીની પ્યાસ બુઝાશે. પાઇપલાઇનો દ્વારા ધરતી પુ્ત્રોને સિંચાઇનું પાણી મળી રહેશે તેમણે એમ પણ કહયું હતું કે આ સરકાર ઉદ્યોગો માટેની છે તેઓ ખોટો પ્રચાર કરવામાં આવ્યો છે. ખરેખર નર્મદા યોજનાનું ૮૮ ટકા પાણી ખેડુતોને સિંચાઇ માટે, ૧૦ ટકા પાણી પીવા માટે અને માત્ર ૦૨ ટકા પાણી ઉદ્યોગોને આપવામાં આવે છે આ ખોટી માનસિક્તા ધરાવનારાઓ સામે વડાપ્રધાનએ વર્ષોના સંઘર્ષ પછી આ સ્વ પ્ના પુરૂં કરી ગુજરાતના વિકાસને વધુ ગતિમય કર્યો છે.

આજનો દિવસ દેશના ઇતિહાસમાં મહત્વપૂર્ણ છે એવી લાગતી વ્ય્ક્ત કરતા કેન્દ્રિય જળસંશાધન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું  કે, રાષ્ટ્ર  નિર્માણ અને રાષ્ટ્ર્ના વિકાસમાં એીક્સ, ઇકોનોમી અને એન્વાડયરમેન્ટ્ના મહત્વ  સો સરદાર સરોવર પ્રોજેકટ સ્ટેટ ઓફ આર્ટનું ઉત્તમ ઉદારહણ છે.

ગડકરીએ ઉમેર્યું હતું કે, દેશમાં ૩૦ જેટલી નદીઓને જોડવાનો પ્રોજેક્ટ હા ધરવામાં આવ્યોમ છે જે પૈકી ત્રણ પ્રોજેક્ટનો ટુંક સમયમાં પ્રારંભ કરવામાં આવશે. કેન્દ્ર  સરકાર દ્ધારા આગામી પાંચ વર્ષમાં વધુ ૯૦ લાખ હેકટર જમીનને સિંચાઇ હેઠળ આવરી લેવામાં આવશે.

નર્મદા યોજના સદીઓ સુધી ગુજરાતને સમૃધ્ધ અને ખુશહાલ રાખશે તેવી લાગણી વ્યકત કરતાં નાયબ મુખ્યઓમંત્રી નીતિનભાઇ પટેલએ જણાવ્યું કે પ્રધાનમંત્રી દ્વારા સરદાર સરોવરના લોકાર્પણી ગુજરાત સહિત ચાર રાજયોના કરોડો લોકો માટે અભૂતપૂર્વ વિકાસ અને પ્રગતિના યુગનો સૂર્યોદય થયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.