જામનગરના ૮૫, મોરબીનાં ૧૭ અને જુનાગઢના પ ગામો અસરગ્રસ્ત: કુલ ૯૪ ફીડર બંધ

ગઇકાલથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના લીધે પશ્ર્ચીમ ગુજરાત વીજ કંપની લીમીટેડ હેઠળના સૌરાષ્ટ્રનાં ૧૦૭ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. સર્જાયેલી વીજ સમસ્યાને નિવારવા પીજીવીસીએલ તંત્ર ઉંઘા માથે ખઇ ગયું છે. હાલ પીજીવીસીએલના કર્મચારીઓ વીજ પુરવઠો ચાલુ કરવા ખડેપગે કાર્યરત છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ પીજીવીસીએલના કુલ ૯૪ ફિડરો ભારે વરસાદને કારણે બંધ થાય છે. જેમાં ૨૫ જયોતિગ્રામ અને ૭ર ખેતીવાડીનાં ફિડરોમાં મોરબીનાં પ, જુનાગઢમાં ૧ અને જામનગરમાં ૧૯ ફિડરો બંધ થયા છે. જયારે ૭ર ખેતીવાડીના ફિડરોમાં રાજકોટ ગ્રામ્યના રર, પોરબંદર પ, જુનાગઢનાં ૧૪, જામનગરના ૧૭ તેમજ અન્ય ર, ભુજના પ અને અંજારનાં ૯ ફીડરો બંધ થયા છે.

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે પીજીવીસીએલ હેઠળના ૧૦૭ ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે. જેમાં જામનગર સર્કલ હેઠળના ૮૫ ગામ અને મોરબીના ૧૭ ગામ તેમજ જુનાગઢનાં  પ ગામમાં વીજ પુરવઠો વરસાદનાં કારણે અસરગ્રસ્ત થયો છે. હાલ પીજીવીસીએલે વીજ

પુરવઠો ફરી ચાલુ કરવા માટે કવાયત હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.